હિડેનબર્ગના રિપોર્ટ મુદ્દે અદાણી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જાણો શું માંગ કરાઈ?

હિડેનબર્ગના રિપોર્ટ બાદ ખરાબ રીતે ઘોવાયેલુ અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ છે. હવે મીડિયા રિપોર્ટ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.

નવી દિલ્હી : હિડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી છે. એક તરફ શેર બજારમાં મોટી પડતી અને બીજી તરફ વિવિધ કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

supreem court

આ મુદ્દે અદાણી તરફથી સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં મીડિયા રિપોર્ટને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રૂપની કંપનીઓને લગતા નિવેદનો અથવા આક્ષેપોને પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવા આદેશની માંગ કરાઈ છે. અરજીમાં માંગ કરાઈ છે કે જ્યાં સુધી માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા રેકોર્ડ ચકાસવામાં ન આવે ત્યાં સુધી મીડિયાને રોકવામાં આવે. આ વચગાળાની અરજી સોમવારે એડવોકેટ એમએલ શર્મા દ્વારા પીઆઈએલના ભાગરૂપે દાખલ કરવામાં આવી છે. હજુ આ મામલે સૂનાવણી થઈ નથી.

અરજીમાં કહેવાયુ છે કે, મીડિયાના પ્રચારથી ભારતીય શેરબજાર 50 ટકાથી વધુ તૂટ્યું છે. મીડિયામાં નિયમિત આક્ષેપો-નિવેદનોથી રોકાણકારોમાં ગભરાટ પેદા થાય છે અને ગભરાટમાં તેમના શેરો વેચી રહ્યા છે અને નાણાકીય નુકસાન વેઠી રહ્યા છે. સામાન્ય રોકાણકારોને મારવામાં આવી રહ્યા છે તેને રોકવામાં આવે.

અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી સંબંધિત સમાચાર અહેવાલો પર ગેગ ઓર્ડર માંગવામાં આવ્યો છે. પીઆઈએલમાં યુએસ સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને યુ.એસ.માં તેમના સહયોગીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે, નિર્દોષ રોકાણકારોનું કથિત રીતે શોષણ કરવા અને અદાણી ગ્રૂપના શેરના ભાવમાં કૃત્રિમ કડાકો લાવવાનો પ્રયાસ કરાયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, 24 જાન્યુઆરીએ હિડેનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અહીંશેરના ભાવમાં હેરાફેરી સહિતના અનેક આરોપોને પગલે અદાણી ગ્રુપના શેરો શેરબજારમાં ખરાબ રીતે તુટ્યા હતા. આ મામલે સંસદમાં પણ હંગામો થયો હતો સુપ્રીમ કોર્ટ સમિતી દ્વારા તપાસની માંગ કરાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X