Tokyo Olympics : ભારતના આ ટેનિસ ખેલાડીઓ ઓલમ્પિક માટે રવાના
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની ભારતની મહિલા ડબલ્સની જોડી 23 જુલાઈથી શરૂ થનારી ટોક્યો ઓલમ્પિકની તૈયારી કરી રહી છે.
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની ભારતની મહિલા ડબલ્સની જોડી 23 જુલાઈથી શરૂ થનારી ટોક્યો ઓલમ્પિકની તૈયારી કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં, સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ ટોક્યો ઓલમ્પિક્સમાં મહિલા ડબલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જાહેરાત થઈ હતી.. 34 વર્ષીય સાનિયા ચાર ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા રમતવીર ખેલાડી બનવા જઈ રહી છે. જ્યારે અંકિતા રૈના પ્રથમ વખત નસીબ અજમાવશે.

ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ નંબરની ખેલાડી સાનિયા હાલમાં નંબર રેન્કિંગમાં 9 માં નબરના આધારે ઓલમ્પિકમાં પ્રવેશ કરશે. નિયમો મુજબ સાનિયા ટોપ 300 માં તેના સાથી સાથે ડબલ્સ ડ્રોમાં પ્રવેશ કરી શકે છે. 28 વર્ષની અંકિતા સિંગલ્સમાં 183 અને ડબલ્સમાં 95 ક્રમે છે. સાનિયા છેલ્લા બે ઓલમ્પિકમાં અનુક્રમે સુનિતા રાવ, રશ્મિ ચક્રવર્તી અને પ્રાર્થના થોમ્બરે સાથે બેઇજિંગ, લંડન અને રિયોમાં રમી હતી.
સુમિત નાગલે શુક્રવારે ટોક્યો ઓલમ્પિક્સની પુરૂષ સિંગલ્સ સ્પર્ધામાં સ્થાન મેળવ્યુ હતું. 23 વર્ષીય નાગલ આ સિઝનમાં કેટલાક નિરાશાજનક પરિણામો સાથે ઓલમ્પિકમાં પ્રવેશ કરશે. તેને ઔસ્ટ્રેલિયન ઓપન સહિત સર્કિટમાં પ્રથમ રાઉન્ડમાં સતત પરાજયનો સામનો કરવો પડ્યો છે. છ સ્પર્ધાઓમાં તેણે ફક્ત ત્રણ વખત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન માર્ચમાં બ્યુનોસ એરેસમાં એટીપી 250 ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું તે છે. વર્ષની શરૂઆત 137 રેંક સાથે કર્યા બાદ રેન્કિંગ નીચે આવીને 154 પર આવી ગઈ છે.












Click it and Unblock the Notifications
