પતિએ દિવસ-રાત એક કરીને પત્નીને નર્સ બનાવી અને તેને પ્રેમી સાથે મળીને ખેલ કરી દીધો, જાણો શું છે પુરી ઘટના?
સમાજમાં એવી ફરિયાદો થાય છે કે મહિલાઓને ભણવા સહિતના પુરા અધિકારો નથી મળતા ત્યારે તેનાથી તદ્દન વિપરીત ઘટના સામે આવી છે. એક પુરૂષને તેની પત્નીને ભણાવવી ભારે પડી છે અને એકલા રહેવાનો વારો આવ્યો છે.
વાયરલ થઈ રહેલી આ ઘટના ઝારખંડના ગોડ્ડાની છે. કહાની અનુસાર, એક બેવફા પત્ની તેના પતિને છેત્તરીને ફરાર થઈ ગઈ છે. આ ઘટનામાં પતિને વર્ષોની મહેનતના બદલામાં બેવફાઈ મળી છે.

અહેવાલો અનુસાર, મજૂરી કરતા પતિ ટિંકુ યાદવ તેની પત્નીની સુંદરતાથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને ભણાવવા માટે 2.5 લાખ રૂપિયાની લોન લીધી. પરંતુ તેને ખબર નહોતી કે તે એક બેવફા સ્ત્રી સાથે તેની પત્ની તરીકે જીવન જીવી રહ્યો છે.
અહેવાલો અનુસાર, ટિંકુ યાદવ નામના આ વ્યક્તિએ તેની પત્નીના નર્સિંગના અભ્યાસ માટે 2.5 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ પછી તેની પત્નીએ નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યો અને તેના પતિ સાથે છેતરપિંડી કરી અને તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ.
પત્નિએ ભાગીને તેના બોયફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચીને મંદિરમાં લગ્ન કરી લીધા. આ વાત અહીંથી પુરી થતી નથી, આ મહિલાએ બેશરમી કરતા લગ્નનો ફોટો તેના પતિ ટિંકુ યાદવને બીજા લોકો દ્વારા મોકલાવ્યો.
જણાવી દઈએ કે, 2020માં ટિંકુ યાદવે પ્રિયા કુમારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેની પત્નીએ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેને નર્સિંગ કોર્સમાં એડમિશન લીધુ. પોતાની પત્નીને પોતાની જવાબદારી માનીને ટિંકુએ લોન લીધી અને તેની પત્નીને ગોડ્ડા જિલ્લાની શકુંતલા નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું.
આ પતિએ તેની પત્નીને પરિવારમાં ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેણે શહેરની એક હોસ્ટેલમાં તેના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી દીધી. આ દરમિયાન જ આ બેવફા પત્નીએ એક કપટી ચરિત્ર દેખાડ્યુ અને અન્ય પુરૂષ સાથે અફેર કરી લીધુ.
પત્નીએ તેના અંતિમ વર્ષની પરીક્ષા આપતાં જ છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને તે તેના પતિની તમામ મહેનતને ભુલી ગઈ. તે ભૂલી ગઈ કે તેણે કોઈની સાથે લગ્ન કર્યા છે. તેને કોઈએ લોન લઈને ભણાવી છે.
હવે આ મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને દિલ્હીમાં લગ્ન કરી લીધા. પીડિતાના પતિએ નોંધાવેલી ફરિયાદના આધારે ગોડ્ડા નગર પોલીસ સ્ટેશનની પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
