બંગાળમાં હિંસા મુદ્દે ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
રામનવમી બાદ પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસાનો માહોલ છે. હવે હિંસાને લઈને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રામ નવમીના દિવસે હાવડામાં બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરીને રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સમીક્ષા કરી હતી.

સૂત્રો જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે લખેલા પત્રમાં કહેવાયુ છે કે, બંગાળમાં સુરક્ષાનો અભાવ શા માટે હતો? ખાસ કરીને એવા સમયે જ્યારે રામ નવમી છે અને મુસ્લિમો રમઝાન કરે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, જ્યારે પોલીસની કાર્યવાહી ઘણા ભાગોમાં સમયસર હતી ત્યારે માત્ર બંગાળ અને બિહારમાં જ કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો.
હાવડાના શિબપુર વિસ્તારમાં 30 માર્ચે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ભારે પોલીસ દળ વચ્ચે શુક્રવારે સ્થિતિ શાંતિપૂર્ણ રહી પરંતુ પછી બીજા દિવસે હિંસા શરૂ થઈ. હિંસા દરમિયાન દુકાનો અને ઓટો-રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી. આ સિવાય પોલીસના કેટલાક વાહનો સહિત ઘણા વાહનોમાં આગ લગાવાઈ હતી. અહીં પોલીસે ભીડને કાબૂ કરવા બળપ્રયોગ પણ કર્યો હતો.
આ સિવાય હુગલી જિલ્લામાં પણ હિંસા થઈ છે. રિશરામાં લેવલ ક્રોસિંગ પાસે ટોળા દ્વારા પથ્થરમારાના કારણે રેલ સેવાઓ લગભગ 3 કલાક માટે સ્થગિત કરાઈ હતી. અથડામણોએ શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે મોટી રાજકીય લડાઈ શરૂ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે. તૃણમુલ કોંગ્રેસે એક વીડિયો શેર કરીને આ આરોપ લગાવ્યો છે. વીડિયોમાં રામનવમીની રેલીમાં બંદૂક અને પિસ્તોલ જોવા મળી રહી છે. તૃણમૂલના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
