મોદીનો દમઃ 25 રાજ્યોમાં 487 રેલીઓ સંબોધી
લખનઉ, 9 મેઃ દેશભરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જનસભાઓ સંબોધી રહ્યાં છે. એક દિવસમાં તેઓ ચારથી પાંચ રેલી સંબોધીને દેશભરમાં ભાજપ તરફી માહોલ ઉભો કરવા તથા વધુમાં વધુ જનમેદની સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ જો તમે તેમની આ રેલીઓનો આંકડો સાંભળશો તો ખરેખર ચોંકી જશે. જી હાં, આજે અમિત શાહે પત્રકાર પરિષદમાં મોદીએ દેશભરમાં કેટલી રેલીને સંબોધી છે, તે અંગેનો આંક રજૂ કર્યો હતો. એ આંક અનુસાર મોદીએ અત્યારસુધીમાં 25 રાજ્યોનો ચૂંટણી પ્રવાસ કર્યો છે અને 487 જેટલી રેલીઓને સંબોધી છે.

તેમણે કોંગ્રેસ, સપા અને બસપા પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ, સપા, બસપા એક થઇને ભાજપ સામે લડી રહ્યાં છે. આ લડાઇ મોદી વિરુદ્ધ બધાની થઇ ગઇ છે. જ્યારે પ્રિયંકા ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યા ત્યારે માયાવતી પ્રિયંકા ગાંધીના સમર્થનમાં આવ્યા હતા. જ્યાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોની સામે સપા દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા નથી.
યુપીના માહોલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, યુપીમાં ભાજપ અન્ય પાર્ટીઓ કરતા ઘણું આગળ છે. જે રીતે દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા, રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દા મહત્વના છે, તેવી જ રીતે યુપીમાં પણ આ મુદ્દા સૌથી વધારે મહત્વ ધરાવી રહ્યાં છે. યુપીમાં રાજ્ય અને કેન્દ્ર વિરોધી લહેર જોવા મળી રહી છે. દરેક સમુદાયનું ભાજપને સમર્થન છે. યુપી એકજૂટ થઇને ભાજપને જીતાડવામાં લાગી ગયું છે.
ચૂંટણી પંચ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું અને અત્યારે પણ કહું છુંકે યુપીમાં બૂથોની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી જોઇએ. કેટલાક બૂથો પર સુરક્ષા વ્યવસ્થા સારી નથી. વારાણસીના ડીએમને હટાવવાની માંગ અમે પહેલા પણ કરી હતી અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. ચૂંટણી પંચ પોતાના દાયિત્વને લઇને ગંભીર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
