Nirbhaya Case: દોષિતોને ફાંસી એક સાથે કે એક-એક કરીને, આજે ફેસલો થસે
Nirbhaya Case: દોષિતોને ફાંસી એક સાથે કે એક-એક કરીને, આજે ફેસલો થસે
નવી દિલ્હીઃ આજે દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ચાર દોષિતોની ફાંસી પર રોકને પડકાર આપતી કેન્દ્રની અરજી પર ફેસલો સંભળાવશે, ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈતે શનિવાર અને રવિવારે વિશેષ સુનાવણી બાદ 2 ફેબ્રુઆરીએ પોતાના આદેશને સુરક્ષિત રાખી લીધો હતો, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને દિલ્હી સરકારે નિચલી અદાલતના 31 જાન્યુઆરીના એ આદેશને પડકાર્યો હતો, જેના દ્વારા મામલામાં ચાર દોષિતોની ફાંસી પર આગલા આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી હતી.

શું એક સાથે જ અપાશે દોષિતોને ફાંસી?
જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષિતો તિહાર જેલમાં બંધ છે, અદાલતે 31 જાન્યુઆરીએ ફાસીની સજા સ્થગિત કરી દેવામાં આવી કેમ કે દોષિતોના વકીલે સ્થગિત કરાવવાની માગ કરતા અપીલ કરી હતી કે તેમના માટે હજી કાનૂની માર્ગ બંધ નથી થયા મુકેશ અને વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે ફગાવી દેવામાં આવી જ્યારે પવનની આ અરજી હજી સુધી દાખલ કરાયી નથી.

નિર્ભયાના પિતાનો દિલ્હી સરકાર પર આરોપ
જણાવી દઈએ કે અગાઉ દોષિતોને એક ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાસી આપવાની હતી પરંતુ ફાંસી ટળી ગઈ હતી. ફાંસી ટળ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલ વિલંબ માટે માત્ર અને માત્ર સીએમ કેજરીવાલ જ જવાબદાર છે.

એક દોષીનું મૃત્યુ
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપના છ દોષિતોમાથી એક દોષીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે જ્યારે એક સગીર આરોપ સજા કાપીને જેલની બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ના રોજ થયેલી આ બર્બર ઘટનાથી આખો દેશ સ્તબ્ધ રહી ગયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
