31 જાન્યુઆરીથી 6 એપ્રીલ સુધી સંસદનું બજેટ સત્ર, જાણો આ વખતે શું હશે ખાસ?
આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રીલ સુધી ચાલશે. કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આ બાબતે જાણકારી આપી હતી.
નવી દિલ્હી : સંસદના બજેટ સત્રના સમયની જાહેરાત કરી દેવાઈ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રીલ સુધી ચાલશે. કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આ બાબતે જાણકારી આપી.

સંસદમાં સતત હંગામાં ચાી રહ્યા છે ત્યારે હવે આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રીલ સુધી ચાલશે અને તેમાં 66 દિવસોમાં કુલ 27 બેઠકો હશે. 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી સંસદના બજેટ સત્રમાં વિરામ રહેશે. આ પછી સત્ર ફરી શરૂ થશે. સત્ર પછી અમૃત કાલ ભાષણ સાથે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરાશે.
આ બજેટ સત્ર દરમિયાન બજેટ ઉપરાંત અન્ય ઘણી મહત્વની બાબતો પર પણ ચર્ચા થશે. વિવિધ સંસદીય સ્થાયી સમિતિઓ 14 ફેબ્રુઆરીથી 12 માર્ચની વચ્ચે તેમની માંગણીઓ તૈયાર કરશે. આ સિવાય વિવિધ મંત્રાલયો અને વિભાગો તેમના અહેવાલો તૈયાર કરશે. અહેવાલો અનુસાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી શકે છે. ત્યારબાદ પ્રથમ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્રનો બીજો ભાગ 13 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, સંસદનું બજેટ સત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પ્રથમ ભાગમાં બજેટ રજૂ કરવામાં આવે છે અને બીજા ભાગની બેઠક માર્ચ મહિના બોલાવાય છે. મનાઈ રહ્યું છે કે, બીજા ભાગની શરૂઆત પહેલા સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરાશે. અધિકારીઓનું માનીએ તો સંસદ ભવનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેનું કામ ફેબ્રુઆરી મહિના સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ સ્થિતિમાં સત્રનો બીજો ભાગ નવી ઇમારતમાં યોજાઈ શકે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ માહિતી આપી હતી કે સંસદ ભવનના નવા બિલ્ડિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
