બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં અસમ સરકાર, કમિટી બનાવવાની જાહેરાત કરી
અસમ સરકાર બહુવિવાહને લઈને મોટી એક્શનની તૈયારી કરી રહી છે. આસામની હિમંતા બિસ્વા સરમાએ આ મુદ્દે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. કમિટીના રિપોર્ટ બાદ સરકાર એક્શન લઈ શકે છે.
આ મુદ્દે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યુ કે, અમે યુનિફોર્મ સિવિલ કોડ માટે નથી જઈ રહ્યા પરંતુ રાજ્યના કાયદા હેઠળ બહુ વિવાદ પર પ્રતિબંધ મૂકવા ઈચ્છીએ છીએ. આસામ સરકારે રાજ્ય સરકારને આ વિસ્તારમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે કે કેમ તે તપાસવા એક નિષ્ણાત કમિટી બનાવાવની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ આગળ જણાવ્યુ કે, આ કમિટી કાયદા નિષ્ણાતો અને તમામ હિતધાકતો સાથે વ્યાપક ચર્ચા કરશે અને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ 1937 ના પ્રાવધાનોની તપાસ કરશે.
તેમણે કહ્યું કે, આ કમિટી મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ 1937ની જોગવાઈઓ અને ભારતના બંધારણના અનુચ્છેદ 25ની સાથે યુનિફોર્મ સિવિલ કોડ માટે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોની તપાસ કરશે. નિર્ણય પર પહોંચવા કમિટી કાનૂની નિષ્ણાતો સહિત તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોને સંબોધતા કહ્યું કે, આપણે એક સમાન નાગરિક સંહિતા પણ બનાવવી પડશે. મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓના ચારથી વધુ લગ્નો કરાવવામાં આવે છે, શું આ સિસ્ટમ છે? દુનિયામાં આવા નિયમ ન હોવા જોઈએ.
તેમણે કહ્યું કે, આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો પડશે અને આ બહુવિવાહ પ્રથાનો અંત લાવવો પડશે. મુસ્લિમ દીકરીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવી જોઈએ, બાળક પેદા કરનાર મશીન નહીં.
અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સત્તામાં આવશે તો બીજેપીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કામ કરવાનું વચન આપ્યું છે. હું આ માટે બીજેપીનો આભાર માનું છું. અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીએ તેના ચૂંટણી ઢંઢેરામાં કર્ણાટકમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
