Kolkata doctor case : કોલકત્તા કાંડના આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાશે, જાણો કેમ?
Kolkata doctor case : કોલકત્તાની ખૌફનાક ઘટના બાદ દેશભરમાં ભારે હંગામાનો માહોલ છે. હવે આ ઘટનાને અંજામ આપનારા નરાધમ આરોપીનો સીબીઆઈ મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવા જઈ રહી છે.
સીબીઆઈના અધિકારીઓ અનુસાર, ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાશે. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના મનોવૈજ્ઞાનિકો અને વર્તન વિશ્લેષકોની એક ટીમ જરૂરી પરીક્ષણો કરવા કોલકાતા પહોંચી છે.

જણાવી દઈએ કે, સીબીઆઈ આરોપીને પહેલા જ કસ્ટડીમાં લઈ ચૂકી છે. શનિવારે સતત બીજા દિવસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પૂછપરછ કરાઈ છે. શુક્રવારે શરૂ થયેલી પૂછપરછ શનિવારે સવારે 1.40 વાગ્યા સુધી ચાલી હતી.
જણાવી દઈએ કે, 31 વર્ષીય પીજી તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાંથી મળ્યો હતો. તેણીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતાએ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે.
આ ઘટનાની CBI તપાસની માગણી કરતી જાહેર હિતની અરજીઓ (PIL) પણ દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી.
પરિવાર અનુસાર, તેની આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. તેના ડાબા પગ, ગરદન, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઈજાઓ જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
