ગુજરાત રાજભવનમાં તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યાં હાજર
ગુજરાત રાજભવનમાં તેલંગાણા રાજ્યના દસમા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગાણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે કહ્યું કે, ભારતના તમામ રાજભવનોમાં આજે તેલંગાણા દિવસની ઉજવણી કરાઈ રહી છે. ઉજવણીમાં તેલંગાણા અને ગુજરાત બંને રાજ્યોના નાગરિકો, કલાકારો, યુવાનો ભેગા મળી રહ્યા છે. આ રીતે પરસ્પર સ્નેહનો તંતુ જોડાય છે, અને બે ભિન્ન પ્રાન્ત, ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન ભાષા, ભિન્ન વેશભૂષા, ભિન્ન ખાન-પાન અને ભિન્ન જીવનશૈલીના લોકો એકબીજાનો સ્વીકાર કરીને ભાઈચારાની ભાવનાથી શક્તિશાળી અને ઉન્નત 'એક ભારત'ને 'શ્રેષ્ઠ ભારત' બનાવવા પ્રયત્નશીલ થાય છે, એ જ આ ઉજવણીની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. આવા વાતાવરણમાં ઉછરેલા યુવાનો ભારતની આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો વિચાર આપ્યો.
તમામ રાજભવનોમાં રાજ્યોના સ્થાપના દિવસ ઉજવવાનો વિચાર આપ્યો. આવા કાર્યક્રમોથી બે રાજ્યોના લોકો ઘનિષ્ઠતાથી મળે છે અને પરસ્પર એકતા અને પ્રેમનો ભાવ પ્રગટે છે. તેલંગાણાના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ અને અભિનંદન આપતાં આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ભારતનું સૌથી યુવાન રાજ્ય તેલંગાણા આઇટી ઉદ્યોગમાં અગ્રેસર છે.
કોરોનામાં વેક્સિન ઉત્પાદન વખતે પણ આ રાજ્યએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેલંગાણાના વેપાર-ઉદ્યોગના વિકાસમાં, તેલંગાણાની ઉન્નતીમાં ગુજરાતીઓનું પણ વિશેષ યોગદાન છે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં વસતા ગુજરાતીઓએ અને ગુજરાતમાં વસતા તેલંગાણાવાસીઓએ જે તે પ્રદેશની ઉન્નતિમાં આગવું યોગદાન આપ્યું છે.
લેડી ગવર્નર દર્શના દેવી, રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, મૂળ તેલંગાના વતની ગુજરાતના અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ, આઇ.પી.એસ. ડૉ. નીરજા ગોત્રુ રાવ, વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન વિનય કુમાર તથા ગુજરાતમાં સેવારત તેલંગાણાના વતનીઓની ઉપસ્થિતિમાં તેલંગાણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવા કલાકારોએ બંને રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય રજૂઆત કરી હતી. રાજ્યપાલે બંને રાજ્યોના કલાકારોનું સન્માન કરીને તેમની સાથે ગ્રુપ ફોટોગ્રાફ પણ પડાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
