Telangana Exit Poll 2023 : તેલંગાણામાં કાંટાની ટક્કર, જાણો કઈ પાર્ટીને કેટલી સીટો?
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. સીએનએન ન્યૂઝ 18 એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
સીએનએન ન્યૂઝ 18 એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 119 બેઠકોમાંથી 56 બેઠકો મળી શકે છે. જ્યારે બીઆરએસ માત્ર 48 સીટો સુધી સીમિત રહી શકે છે. જ્યારે ભાજપને 10 અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5 બેઠકો મળવાની સંભાવના છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં બહુમત સુધી પહોંચવા 60 સીટોની જરૂર છે. આ સ્થિતિમાં કોંગ્રેસ બહુમતીના આંકડાની નજીક છે. જો કે આ માટે તેણે AIMIMનો સહારો લેવો પડશે. જ્યારે ચૂંટણી પછી જો BRS બીજેપી સાથે ગઠબંધન કરે છે તો તે ફરીથી સત્તામાં પહોંચી શકે છે. જો કે, આ માત્ર એક અંદાજ છે અને અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે જ મતદાન થયું હતું. તેલંગાણાની 119 સીટો પર સાંજે 5 વાગ્યા સુધી લગભગ 64% મતદાન નોંધાયું છે.
આ વખતે ચૂંટણી પંચે સમગ્ર તેલંગાણામાં અને ખાસ કરીને હૈદરાબાદમાં મતદાનની ટકાવારી વધારવા માટે ઘણી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જો કે બપોર સુધીનું વલણ દર્શાવે છે કે હૈદરાબાદના મતદારોમાં મતદાન પ્રત્યેનો ઉત્સાહ અગાઉની ચૂંટણીઓની જેમ જ નબળો રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
