Telangana Election Result 2023: કોંગ્રેસની જીતમાં રાહુલ ગાંધીની શું ભૂમિકા રહી? જાણો અહીં
Telangana Election Result 2023: તેલંગાણામાં આજે કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલમાં કોંગ્રેસે તેલંગાણામાં આજે એટલે કે રવિવારે ઉજવણી શરુ કરી દીધી છે. કારણ કે પાર્ટીએ અડધો આંકડો વટાવી દીધો છે. તેલંગાણામાં કોંગ્રેસ 69 બેઠકો સાથે આગળ છે, જ્યારે સત્તાધારી બીઆરએસ 38 બેઠકો પર આગળ છે.
બીઆરએસ સુપ્રીમો અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) ગજવેલ બેઠક પર આગળ છે, પરંતુ કામરેડ્ડીમાં પાછળ છે. કામરેડ્ડીમાં કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી આગળ છે. વલણો દર્શાવે છે કે કોંગ્રેસ જીતી રહી છે. મહત્વની વાત એ છે કે તેલંગાણાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભૂમિકા અને પ્રભાવ શું રહ્યો.

40થી વધુ રેલીઓમાં રાહુલ ગાંધી હાજર
કોંગ્રેસે તેલંગાણામાં 40થી વધુ રેલીઓ યોજી હતી. ખાસ વાત એ હતી કે દરેક રેલીમાં રાહુલ ગાંધી હાજર હતા. તેમણે દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.
ભારત જોડો યાત્રાના પરિણામ સ્વરુપ લોકપ્રિયતા
કોંગ્રેસના સારા પ્રદર્શનનો શ્રેય પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને જાય છે. કારણ કે, ભારત જોડો યાત્રાએ સમગ્ર ભારતમાં કોંગ્રેસને નવજીવન આપ્યું છે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ અને 30 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં પૂર્ણ થઈ. આ યાત્રામાં રાહુલ ગાંધીએ 136 દિવસમાં 4 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ પાર્ટીની નીતિઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડી
રાહુલ ગાંધીની યાત્રાને આગળ ધપાવતા, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પક્ષની નીતિઓને જનતા સુધી પહોંચાડી.
જ્ઞાતિની રાજનીતિ પર ફોકસ
કોંગ્રેસે તેલંગાણામાં જાતિના રાજકારણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
એ રેવંત રેડ્ડીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા
ટીડીપી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રેવંત રેડ્ડીને હાઈકમાન્ડે શરુઆતમાં સંપૂર્ણ ટેકો આપ્યો અને એ રેવન્ત રેડ્ડીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. જે બાદ રેડ્ડીએ પકડ અને તેમને જનતાનું સંપૂર્ણ સમર્થન મળ્યું. તેમણે તેલંગાણામાં કોંગ્રેસને મજબૂત કરી. કોંગ્રેસે રેડ્ડીને આગળ કરીને માત્ર ઉચ્ચ જાતિને જ નિશાન બનાવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
