Telangana Election : રાહુલ ગાંધી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે, તેલંગાણાના ખમ્મમમાં સંબોધશે જનસભા

Telangana Election : ચાલુ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સક્રિય મોડમાં આવી ગઈ છે. 2 જુલાઈના રોજ કોંગ્રેસના નેતા રાહુલ તેલંગાણાના ખમ્મમ પહોંચશે અને અહીં એક જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા રાહુલ ગાંધી તેલંગાણામાં ચૂંટણીનું બ્યુગલ વગાડશે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા વિક્રમાર્કનું પણ સન્માન કરશે, જેમણે તાજેતરમાં 108 દિવસ માટે 1,360 કિલોમીટરની પદયાત્રા કરી હતી, ત્યાં પૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી ખમ્મમમાં જાહેર સભા દરમિયાન કોંગ્રેસમાં જોડાશે.

Telangana Election

તાજેતરમાં શ્રીનિવાસ રેડ્ડી અને પૂર્વ મંત્રી જુપલ્લી કૃષ્ણ રાવે પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતથી તેલંગાણામાં પાર્ટીના કાર્યકરોમાં ફરી એકવાર પ્રાણ ફુંકાયા હોય તેવું લાગી રહ્યું છે.

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના પ્રમુખ અને સાંસદ એ રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ખમ્મામમાં રેલી સાથે રાજ્યમાં BRS સરકારને સમાપ્ત કરશે. રેડ્ડીએ શુક્રવારના રોજ રાહુલ ગાંધીના કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખમ્મમ રેલી સાથે રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ વગાડશે.

રેડ્ડીએ દાવો કર્યો છે કે, BRS દ્વારા આયોજિત સભા કરતાં વધુ લોકો રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજરી આપશે. કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને વ્યાપક તૈયારીઓ કરી છે. બીઆરએસની સાથે-સાથે ભાજપ તરફથી પણ તેલંગાણામાં પાર્ટીને ખતરો છે. કારણ કે, રાજ્યમાં ભાજપ બીજી પાર્ટી તરીકે ઉભરી રહી છે.

ભાજપ તેલંગાણામાં બે વિધાનસભા પેટાચૂંટણી જીતી ચૂકી છે. આ સાથે ભાજપે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે કોંગ્રેસને મુખ્ય વિપક્ષનો દરજ્જો ગુમાવવાનો ડર છે. વર્ષ 2014માં રાજ્યની રચના થઈ, ત્યારથી કોંગ્રેસ તેલંગાણામાં મુખ્ય વિરોધ પક્ષ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X