Telangana Election : કોંગ્રેસનું અનોખુ ચૂંટણી કેમ્પેઈન, મોદીના એક એક હાથમાં કેસીઆર અને બીજા હાથમાં ઔવેશી
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પુરી તાકાત સાથે ઉતરી છે. અહીં પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સત્તાધારી બીઆરએ વચ્ચે જોરદાર ટક્કર છે.
પ્રચાર વચ્ચે કોંગ્રેસે બીજેપી પર અનોખા અંદાજમાં નિશાન સાધ્યું છે. કોંગ્રેસે રચનાત્મક રીતે કઠપૂતળીઓ દર્શાવી છે.

આમાં પીએમ મોદીના એક હાથમાં BRA ચીફ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ છે અને બીજા હાથમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી છે. પીએમ મોદી બંને નેતાઓને આંગળી વડે કંટ્રોલ કરી રહ્યા છે.
કઠપૂતળીથી કોંગ્રેસ એ કહેવાનો પ્રયાસ કરી રહી છે કે, કેવી રીતે પીએમ મોદી કેસીઆર અને ઓવૈસીને નિયંત્રિત કરી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસ બીઆરએસને ભાજપની બી ટીમ કહી છે.
કોંગ્રેસનું કહેવું છે કે લોકસભા ચૂંટણી 2024માં સમર્થન મેળવવા માટે બીજેપી વિધાનસભા ચૂંટણીમાં BRSને મદદ કરી રહી છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, સીએમ કેસીઆર કોઈપણ નિર્ણય પીએમ મોદીની સલાહ પર લે છે.
કોંગ્રેસનો આરોપ છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ કલેશ્વરમ પ્રોજેક્ટ પર મૌન જાળવી રાખ્યું છે. તેમનું મૌન સૂચવે છે કે બીજેપી શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિને તેલંગાણા વિધાનસભા ચૂંટણી જીતવામાં મદદ કરી રહી છે.
કોંગ્રેસ કહી રહી છે કે, અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે BJP, BRS અને AIMIM એક જ છે. તે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ BRSને ચૂંટણી જીતવામાં મદદ કરી રહી છે. જેથી તે 2024માં BRS તરફથી મદદ મેળવી શકે.












Click it and Unblock the Notifications
