Telangana Election : તેલંગાણા સીએમ KCR ને બદનામ કરવા જવા કોંગ્રેસ ફસાઈ, જાણો શું છે પુરો મામલો?

તેલંગાણામાં કોંગ્રેસના બાય-બાય કેસીઆર અભિયાનને પોલીસનું ગ્રહણ લાગ્યુ છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તેલંગાણામાં બાય-બાય કેસીઆર અભિયાન શરૂ કર્યું છે.

કોંગ્રેસ આ અભિયાન માટે BRS પાર્ટીના રંગોમાં રંગાયેલી ગુલાબી કારમાં પ્રચાર કરી રહી હતી, જેનો નંબર KCR 420 હતો.

Telangana Election

હવે પોલીસે હૈદરાબાદ ગાંધી ભવનમાંથી આવી ત્રણ કાર જપ્ત કરી છે, જેને ચૂંટણી પંચને સોંપવામાં આવી છે. કોંગ્રેસે ટ્વિટર પર આ કારોને જપ્ત કરવાની માહિતી આપી છે. તેણે લખ્યું કે, પોલીસે અમારી KCR420 અભિયાન કાર જપ્ત કરી લીધી છે.

કોંગ્રેસે લખ્યું કે, આ અભિયાનથી કલ્વાકુંતલા ચંદ્રશેખર રાવના પરિવારના અહંકારને સ્પષ્ટ ઠેસ પહોંચી છે. કોંગ્રેસ પાર્ટી પોલીસ દ્વારા સત્તાના અલોકતાંત્રિક પ્રયોગની નિંદા કરે છે.

આ અભિયાનની વાત કરીએ તો કોંગ્રેસે આ અભિયાનને બાય-બાય કેસીઆર નામ આપ્યું છે. આ અભિયાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની મજાક ઉડાવવા અને તેમની સરકાર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ કોંગ્રેસ પાર્ટી BRS પાર્ટીના રંગમાં રંગાયેલી કારમાં તેલંગાણાના શહેરોમાં ફરે છે, જેનો નંબર KCR420 રાખવામાં આવ્યો છે. આ કાર પર KCR સરકારના છેલ્લા 10 વર્ષમાં થયેલા કૌભાંડો અને ભ્રષ્ટાચાર વિશે લખેલું છે. શરૂઆતમાં કોંગ્રેસે આવી ત્રણ ગાડીઓ કાઢી હતી. જેને હવે હૈદરાબાદ પોલીસે જપ્ત કરી લીધી છે.

આ કાર્યવાહી બાદ કોંગ્રેસે બીઆરએસ માટે કઠપૂતળી તરીકે કામ કરવા બદલ પોલીસની ટીકા કરી છે અને વાહનો પરત કરવાની માંગ કરી છે

બેગમ બજારના નિરીક્ષક નમિન્દલા શંકરે જણાવ્યું કે, અમે એવા વાહનો જપ્ત કર્યા છે કે જેની નંબર પ્લેટો પર મુખ્યમંત્રી કેસીઆરના ફોટા હતા, આ આદર્શ આચાર સંહિતા અને આરટીએ કાયદાનું ઉલ્લંઘન છે. વાહનોને ચૂંટણી પંચને સોંપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X