Telangana Election : કોંગ્રેસે તેલંગાણા ચૂંટણી માટે 55 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી ટિકીટ મળી
કોંગ્રેસે આવનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 55 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડી કોડંગલથી ચૂંટણી લડશે.
આ વખતે કોંગ્રેસ તેલંગાણાની તમામ 119 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. આવતા અઠવાડિયે શરૂ થનારા બસ પ્રવાસ અભિયાનના પ્રથમ તબક્કા પછી કોંગ્રેસ 20 ઓક્ટોબર સુધીમાં તેના તમામ 119 ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ માટે તેલંગાણામાંથી સારા સમાચાર છે. સર્વે અનુસાર, કોગ્રેસ અહીં એકલા હાથે સરકાર બનાવી શકે છે.
બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કોંગ્રેસની સ્થિતી બદલી દીધી છે અને હવે લોકોમાં પણ તેમની લોકપ્રિયતામાં જોરદાર વધારો થઈ રહ્યો છે.
The Indian National Congress has released the first list of candidates for the Telangana Assembly elections, 2023. pic.twitter.com/KH2CzHK4iV
— Congress (@INCIndia) October 15, 2023
એક તરફ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો અને ઈન્ડિયા ગઠબંધનને કારણે આ વખતે કોંગ્રેસે પોતાની પુરી તાકાત લગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
