Opinion Poll: તેલંગાનામાં કોની બનશે સરકાર? લેટેસ્ટ સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
Telangana Assembly Election 2023: તેલંગાણામાં મતદાનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી છે. તમામ પક્ષો લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે સર્વે કરતી એજન્સીઓ પણ મેદાનમાં છે.
મુ્ખ્ય હરીફાઈ કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે રહેશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસને આશા છે કે કર્ણાટકની જેમ તેલંગાણામાં પણ તેનું નસીબ આ વખતે ખુલશે.બીઆરએસને લાગે છે કે રાજ્યની રચના પછીથી તે લોકોની અપેક્ષાઓ અનુસાર શાસન કરી રહી છે, તેથી તેને ત્રીજી વખત સરકાર બનાવવાની તક ચોક્કસપણે મળશે.

થોડા સમય પહેલા તેલંગાણાની રાજનીતિ જે ભાજપ અને બીઆરએસ વચ્ચે વિભાજિત જણાતી હતી તેમાં ભાજપના આંતરિક કારણોસર હાલમાં કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે. કોંગ્રેસ તરફથી ગેરંટીની જાહેરાત તેના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી છે. પાર્ટીના નેતાઓનો વિશ્વાસ ચરમસીમાએ છે કે આ તેમના સત્તામાં આવવાની ખાતરી આપશે. ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીની દખલગીરી રાજ્યમાં દેખાઈ રહી છે. બીઆરએસ વતી સીએમ કેસીઆર અને તેમની ટીમ ચૂંટણી પ્રચાર સંભાળી રહી છે.
હાલમાં રાજ્યમાં ઘણી એજન્સીઓ ચૂંટણી પૂર્વેના સર્વે કરી રહી છે. આ સમયગાળામાં, શ્રી આત્મસાક્ષી દ્વારા એક લેટેસ્ટ સર્વે આવ્યો છે, જેણે ચૂંટણી પરિણામોમાં વધુ રસ વધાર્યો છે. આ સર્વેક્ષણનો અંદાજ છે કે તેલંગાણાની 119 બેઠકોમાંથી સત્તારૂઢ BRSને 64-70 બેઠકો મળશે. આ હિસાબે આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને 42.5% વોટ શેર મળશે. આ કેટલાક તાજેતરના ઓપિનિયન પોલથી અલગ છે, જેમાં ભારત રાષ્ટ્ર સમિતિને ભારે દેખાડવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે આ સર્વેમાં 28 ઓક્ટોબર સુધીનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે.
બીજા સ્થાને કોંગ્રેસ છે, જેને 36.5% વોટ શેર સાથે 37થી 43 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે ભાજપને ભાગ્યે જ 5થી 6 બેઠકો મળી રહી છે અને તેનો વોટ શેર 10.75% રહેવાનો અંદાજ છે. AIMIMને માત્ર 2.75% વોટ શેર હોવા છતાં 6થી 7 બેઠકો મળવાની આગાહી છે. આ સર્વે મુજબ 6 બેઠકો પર જબરદસ્ત સ્પર્ધા છે. પરંતુ તેમાંથી બીઆરએસને 3 પર, કોંગ્રેસને 2 પર અને ભાજપને એક પર લીડ મળે તેવી શક્યતા છે.
મતદાનને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં અમુક બાબતો સ્પષ્ટ થઈ શકે છે. જેમ કે સીએમ કેસીઆર સંપૂર્ણ ગંભીરતા અને ઈમાનદારી સાથે પોતાના પ્રચારમાં લાગેલા છે. દરેક વિધાનસભા મતવિસ્તારની સમજ, સ્થાનિક પરિસ્થિતિઓ અને મુદ્દાઓની જાણકારી અને તમામ પ્રકારના સમીકરણો પર નજર રાખવાથી તેમની સ્થિતિ સુધરી રહી છે. તેઓ સ્થાનિક મુદ્દાઓના આધારે મતદારોને BRSની તરફેણમાં આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેટીઆર અને હરીશ રાવ એવા કોંગ્રેસના નેતાઓ પાસે ગયા છે જેમને ટિકિટ નથી મળી અને તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. પરંતુ હવે આ પરિબળ કામ કરી રહ્યું છે કે સ્થાનિક સ્તરે કયા મુદ્દા છે, જે મતદારોને પ્રભાવિત કરી શકે છે. ભાજપે પછાત વર્ગને મોટો મુદ્દો બનાવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
