લોકસભા ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવનો મોટો દાવો, ગુજરાતમાં પણ મુસ્લિમો...
Lok Sabha election 2024 : દેશમાં મુસ્લિમ અનામતને લઈને ચાલી રહેલા રાજકીય યુદ્ધને લઈને પક્ષો અને વિપક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ જંગને આગળ વધારતા RJD ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા છે.
બિહાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સોમવારના રોજ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં મુસ્લિમ અનામતને લગતી એક યાદી સાથે એક પોસ્ટ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ સૂચિ મુસ્લિમ ઓબીસી જાતિઓની કેન્દ્રીય સૂચિ છે, જેમને પછાત વર્ગોમાં અનામત મળે છે. એ જ ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા.
13 મુસ્લિમ જ્ઞાતિઓના નામ લેવામાં આવ્યા - તેજસ્વીએ પોસ્ટની સાથે જે મુસ્લિમ સમુદાયની યાદી બનાવી છે, તેમાં ફકીર, તારી, અંસારી, મકરાણી, મતવા કુરેશી, મિયાના, સંધી, થીઓબા સહિત કુલ 13 OBC મુસ્લિમ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ માહિતી વડાપ્રધાન મોદીની સાથે સાથે મીડિયામાં રહેલા તે અજ્ઞાન લોકો માટે છે, જેઓ આજકાલ માત્ર વોટ્સએપની જાણકારીના આધારે ભ્રમ, નફરત અને અફવાઓ ફેલાવે છે.
તેજસ્વી યાદવે લખ્યું કે, આ લોકો નથી જાણતા કે આપણા બંધારણમાં અનામતનો આધાર ધર્મ નથી, પરંતુ સામાજિક પછાતપણું છે. આ પ્રથમ વખત નથી.
આ પહેલા લાલુ પ્રસાદ યાદવે પણ મુસ્લિમ આરક્ષણને લઈને પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. જ્યારે તેજસ્વી યાદવે રવિવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ સ્પષ્ટ કરે કે, તમે ખાનગી ક્ષેત્રમાં પછાત, અત્યંત પછાત, દલિત અને અન્ય તમામ વર્ગોને યોગ્ય અનામત આપવાની માંગ સાથે સહમત છો કે નહીં.
यह मुस्लिम ओबीसी जातियों की केंद्रीय सूची है जिन्हें गुजरात में पिछड़े वर्ग में आरक्षण मिलता है।
— Tejashwi Yadav (@yadavtejashwi) May 27, 2024
हाँ! उसी गुजरात में जहां नरेंद्र मोदी जी 13 वर्षों तक CM रहे है।
यह जानकारी प्रधानमंत्री के साथ साथ गोदी मीडिया के अज्ञानियों के लिए भी है जो केवल व्हाट्सएप ज्ञान के आधार पर आजकल… pic.twitter.com/KYIYWwRT4L
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
