ઘર વાપસી પર તેજ પ્રતાપ, શાંતિની શોધમાં છું, જીવી લેવા દો
લાલુ પ્રસાદ યાદવના ઘરનો વિવાદ હવે બધાની વચ્ચે રસ્તા પર આવી ચુક્યો છે. આ વિવાદ પછી તેજ પ્રતાપ લાપતા થઇ ચુક્યા છે.
લાલુ પ્રસાદ યાદવના ઘરનો વિવાદ હવે બધાની વચ્ચે રસ્તા પર આવી ચુક્યો છે. આ વિવાદ પછી તેજ પ્રતાપ લાપતા થઇ ચુક્યા છે. થોડા દિવસ તેઓ વૃંદાવનમાં જોવા મળ્યા. પરિવાર અને પત્નીથી નારાજ તેજ પ્રતાપ મથુરા અને વૃંદાવનમાં છે. જયારે પત્રકારોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ નારાજ થઇ ગયા. તેમને ફક્ત એટલું જ કહ્યું કે તેઓ શાંતિની શોધમાં છે.
આ પણ વાંચો: રાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે

શાંતિની શોધમાં છું
તેજ પ્રતાપે તેમના પરિવારને પણ વિનંતી કરી કે હાલમાં તેમના એકલા છોડી દેવામાં આવે. તેજ પ્રતાપ હાલમાં ઘરે આવવાના મૂડમાં નથી. તેમને પોતાના પરિવાર અને પાર્ટીથી અંતર બનાવી લીધું છે. તેઓ એકલા વૃંદાવનની ગલીઓમાં ફરી રહ્યા છે. બિહારના પૂર્વ સ્વસ્થમંત્રી તેજ પ્રતાપ વૃંદાવનમાં એકલા સમય પસાર કરી રહ્યા છે. જયારે પત્રકારોએ તેમને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે મને મારુ જીવન જીવી લેવા દો, હું અહીં શાંતિની શોધમાં છું.

પત્ની ઐશ્વર્યા સાથે વિવાદ
આપને જણાવી દઈએ કે પત્ની ઐશ્વર્યા સાથે વિવાદ પછી તેજ પ્રતાપે કોર્ટમાં તલાક માટે અરજી પણ આપી છે. તેઓ પોતાની પત્નીથી અલગ થવા માંગે છે અને તેમને પોતાની પત્ની પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેમના પરિવારમાં હાલમાં યજ્ઞ અને હવન ચાલી રહ્યા છે.

ઐશ્વર્યામાં મને રાધા નહીં મળી: તેજ પ્રતાપ
મીડિયા સૂત્રો અનુસાર તેજ પ્રતાપ રાધાની શોધમાં છે. ખરેખર પોતાને નંદલાલ પ્રિય ગણાવતા તેજ પ્રતાપને રાધાની શોધ હતી. દિલ્હીમાં ઉચ્ચ શિક્ષા મેળવનાર ઐશ્વર્યામાં તેને રાધા નહીં મળી.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી
તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે. હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
