કર્ણાટકમાં શિક્ષકની દરિંદગી, બાળકને માર મારી બાલકનીમાંખી ફેંકતા મોત

બાળકો સામે સતત ગુનાઓ વધી રહ્યા છે ત્યારે કર્ણાટકમાં બાળકને શિક્ષકે માર મારતા મોત થયુ છે.

દેશના બાળકો સામે ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે હવે કર્ણાટકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, કર્ણાટકના ગડક જિલ્લાના હગલી ગામની આ ઘટના છે. અહીં એક શિક્ષક પર આરોપ છે કે તેને દશ વર્ષના વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો અને શાળાના પહેલા માળ પરથી નીચે ધક્કો મારી દેતા બાળકનું મોત થયુ છે.

Karnataka

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ,હગલી ગામમાં આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક મુટ્ટુ હદાલીએ વિદ્યાર્થીને સળિયાથી માર માર્યો હતો. ત્યારબાદ તેને શાળાના પહેલા માળની બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. ઘટનામાં બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આરોપી શિક્ષક ફરાર છે. મૃતક વિદ્યાર્થી ભરત ચોથા ધોરણનો વિદ્યાર્થી હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ પારિવારીક કારણ જવાબદાર હોઈ શકે છે. આ આરોપી શિક્ષકેએ મૃતક બાળકની માતાને પણ માર માર્યો છે. મૃતક બાળકની માતા આ જ શાળામાં શિક્ષિકા છે. હાલ મૃતક બાળકની માતાની સારવાર ચાલી રહી છે. ઘટના બાદથી આરોપી શિક્ષક ફરાર છે અને પોલીસે પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર આરોપી શિક્ષકે બાળકને માત્ર એટલા માટે માર્યો કે તે મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. પીડિત વિદ્યાર્થીની માતા આ જ શાળામાં શિક્ષિકા છે. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીની માતાએ આરોપીને પૂછપરછ કરી તો તેણે વિદ્યાર્થીની માતાને પણ માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને હુબલીની KIMS હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં તેણે દમ તોડ્યો હતો. તેની માતા હાલ સારવાર હેઠળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X