'બળાત્કારી અને હત્યારા રામ રહીમની પેરોલ પાછી લો', સ્વાતિ માલીવાલનો હરિયાણા સરકાર પર પ્રહાર
બળાત્કાર અને હત્યા મામલે રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમને આવનારી આદમપુર પેટાચૂંટણી પહેલા મળેલી પેરોલ અંગે...
નવી દિલ્લીઃ બળાત્કાર અને હત્યા મામલે રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમને આવનારી આદમપુર પેટાચૂંટણી પહેલા મળેલી પેરોલ અંગે દિલ્લી મહિલા આયોગ(DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણા સરકારને આડેહાથ લીધી છે. તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમને 14 ઓક્ટોબરે 40 દિવસની પેરોલ આપવામાં આવી છે. આના પર સ્વાતિ માલીવાલે મનોહર સરકારને પૂછ્યુ કે આટલા ખતરનાક વ્યક્તિને વારંવાર પેરોલ કેમ આપવામાં આવી રહી છે. તેમણે હરિયાણા સરકારને તાત્કાલિક ધોરણે ગુરમીત રામ રહીમની પેરોલ ખતમ કરીને તેને જેલમાં મોકલવા માટે કહ્યુ.

DCWના પ્રમુખ સ્વાતિ માલીવાલે બુધવારે ટ્વિટ કરીને કહ્યુ કે, 'રામ રહીમ બળાત્કારી અને ખૂની છે. તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે પરંતુ હરિયાણા સરકાર જ્યારે ઈચ્છે ત્યારે તેને પેરોલ આપે છે. તે 'સત્સંગ' આયોજિત કરી રહ્યો છે અને હરિયાણા સરકારના ડેપ્યુટી સ્પીકર અને મેયર છે આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ટ્વિટ પછી તરત જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યુ કે, 'પેરોલ એ સુધારા પ્રક્રિયાનો વૈધાનિક અધિકાર છે. તેને (રામ રહીમ) ઘણી વખત પેરોલ આપવામાં આવ્યો છે. આ વખતે તેણે પહેલી વાર ઑનલાઈન સત્સંગ આપ્યુ છે. ચાલો કાયદાની એક પ્રક્રિયા બનાવીએ. જે આવી બાબતોને અટકાવે.
कोर्ट ने गुरमीत राम रहीम को रेप & हत्या के जुर्म में उम्रक़ैद की सज़ा दी है।क्यों ऐसे खतरनाक शख्स को बार बार पैरोल दी जा रही है? वो पैरोल में प्रवचन और गाने बनाता है और हरियाणा सरकार के कुछ नेता ताली बजाते हैं, ‘भक्ति’ में लीन है!
— Swati Maliwal (@SwatiJaiHind) October 26, 2022
हरियाणा सरकार तुरन्त गुरमीत की पैरोल ख़तम करे! pic.twitter.com/WCkiROT9Co
જો કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે કહ્યુ હતુ કે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને આપવામાં આવેલી પેરોલમાં તેમની કોઈ ભૂમિકા નથી. અદાલતો જેલની સજા આપે છે અને દોષિત જેલમાં જાય છે. તે પછી જેલના નિયમો તમામ કેદીઓને લાગુ પડે છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેમના સત્સંગમાં હાજર રહેલા નેતાઓ રામ રહીમના સારા ભક્ત હતા. માલીવાલે વધુમાં હરિયાણા સરકારને રામ રહીમની પેરોલ રદ કરવા અને તેને જેલમાં ધકેલી દેવાની અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે ડેરા પ્રમુખ 2017થી હરિયાણાની સુનારિયા જેલમાં બંધ છે જ્યાં તે સિરસામાં તેના આશ્રમના મુખ્યાલયમાં બે મહિલા શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે.
I do not want to say anything, I have no role in this. Courts announce imprisonment and a convict goes to jail. After that, the jail’s rules apply to all the inmates: Haryana CM Manohar Lal Khattar on the parole granted to Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh pic.twitter.com/0zYuuulDpr
— ANI (@ANI) October 26, 2022
ઉલ્લેખનીય છે કે રામ રહીમ સિંહે 19 ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલ 'સત્સંગ'નુ આયોજન કર્યુ હતુ. જેમાં કરનાલના મેયર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા નેતાઓ સહિત અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. જેને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ડેરા સચ્ચા પ્રમુખ રામ રહીમ તાજેતરમાં સુનારિયા જેલમાંથી 40 દિવસના પેરોલ પર મુક્ત થયો છે. નોંધનીય છે કે હરિયાણામાં 3 નવેમ્બરે યોજાનારી આદમપુર પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણી પહેલા રામ રહીમને પેરોલ આપવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં ડેરા પ્રમુખને ત્રણ સપ્તાહની રજા આપવામાં આવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા રામ રહીમને 7થી 27 ફેબ્રુઆરી વચ્ચે પેરોલ આપવામાં આવી હતી. ત્યાં 20 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. આ પછી 17 જૂને રામ રહીમને 30 દિવસ માટે પેરોલ આપવામાં આવી હતી. જ્યાં 19 જૂને હરિયાણામાં 46 નગરપાલિકાઓ માટે મતદાન થયુ હતુ.












Click it and Unblock the Notifications
