સાંસદ રજની પાટીલનું નિલંબન અપમાનજનક-જયા બચ્ચન
જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ ખૂબ જ અપમાનજનક રીતે કરવામાં આવ્યું. ન થવું જોઈતું હતું. જો તેમને લાગતું હોય કે કંઈક ખોટું છે તો તેમણે તેને સમિતિને મોકલવું જોઈતું હતું.
નવી દિલ્હી : સંસદના બજેટ સત્રમાંથી કોંગ્રેસ સાંસદ રજની પાટીલને સસ્પેન્ડ કરાતા વિપક્ષી પાર્ટી સરકાર પર પ્રહારો કરી રહી છે. હવે આ મુદ્દે સમાજવાદી મહિલા સાંસદ જયા બચ્ચનનું નિવેદન સામે આવ્યુ છે. જયા બચ્ચનને સરકાર પર સવાલ ઉઠાવતા આ નિલંબનને અપમાનજનક ગણાવ્યુ છે.

જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ ખૂબ જ અપમાનજનક રીતે કરવામાં આવ્યું. ન થવું જોઈતું હતું. જો તેમને લાગતું હોય કે કંઈક ખોટું છે તો તેમણે તેને સમિતિને મોકલવું જોઈતું હતું. તેમણે તે મોકલ્યું કે નહીં તે ખબર નથી. ખુલાસો કરવાની તક આપવામાં આવી નથી.
ગૃહની કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ અધ્યક્ષ કોંગ્રેસ નેતા પાટીલ પર ગુસ્સે ભરાયા હતા અને સાંસદ રજની પાટીલને ઠપકો આપી ગૃહના નિયમોનો ભંગ કરવા બદલ બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કર્યા હતા.
આ પહેલા આ મુદ્દે કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, કેટલાક સાંસદોએ ગૃહમાં વીડિયો બનાવ્યો હતો. આ સંસદ માટે વાંધાજનક છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ આ મુદ્દે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે એક નિવેદનમાં કહ્યું કે આ મામલો મારા ધ્યાન પર આવ્યો છે. તેને ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહની ગરિમા જાળવવા આ પગલાં જરૂરી છે.












Click it and Unblock the Notifications
