લૉ કોલેજમાં પહેલી વાર પતિ સ્વરાજને મળ્યા હતા સુષ્મા, જાણો કેવી રીતે થયા તેમના લગ્ન
ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભાજપની તેજ તર્રાર અને લોકપ્રિય નેતામાં શામેલ સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલના લવ મેરેજ થયા હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં પાંચ ડૉક્ટરોની ટીમ તેમના ઈલાજ માટે લગાવવામાં આવી હતી પરંતુ ડૉક્ટરોની બધી કોશિશો નિષ્ફળ સાબિત થઈ. તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીના કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડ્યા નહોતા.

ખાનગી જીવનમાં પણ સુષ્મા સ્વરાજ ખૂબ સારા પત્ની અને મા હતા
દેશના રાજકારણમાં મહિલા શક્તિના સૌથી મોટા રૂપમાં ઉભરેલા સુષ્મા સ્વરાજની છબી ઈમાનદાર, મુખર, મોહક અને મજબૂત નેતાની હતી. તેમના ભાષણના તો માત્ર પક્ષ જ નહિ પરંતુ વિપક્ષ પણ કાયલ રહ્યા છે. એટલુ જ નહિ ખાનગી જીવનમાં પણ તે ખૂબ સારા પત્ની અને મા હતી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભાજપની તેજ તર્રાર અને લોકપ્રિય નેતામાં શામેલ સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલના લવ મેરેજ થયા હતા અને બંનેની પ્રેમ કહાની કૉલેજના દિવસોમાં શરૂ થઈ હતી. બંનેના વિચાર અને સિદ્ધાંતોમાં ઘણુ અંતર હતુ પરંતુ કહે છે ને કે બે ઓપોઝિટ નેચરવાળા લોકોમાં જ આકર્ષણ પેદા થાય છે. આ જ થયુ સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલ સાથે, બંનેની મુલાકાત પંજાબ યુનિવર્સિટીના ચંદીગઢની લૉ કોલેજના ડિપાર્ટમેન્ટમાં થઈ હતી.

સુષ્મા હિંદીના દેવી અને સ્વરાજ અંગ્રેજીમાં પાવરધા
સુષ્મા હિંદી પ્રધાન દેવી અને સ્વરાજ કૌશલ અંગ્રેજીના પાવરધા પરંતુ બંનેની જુગલબંદી થઈ ગઈ. 13 જુલાઈ, 1975 ના રોજ લગ્ન કરનાર આ જોડાને પણ લગ્ન કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા હતા કારણકે આ એ સમય હતો જ્યારે હરિયાણાની કોઈ છોકરી માટે લવ મેરેજ વિશે વિચારવુ જ મોટી વાત હતી. પરંતુ માત્ર 25 વર્ષની ઉંમરમાં હરિયાણામાં કેબિનેટ મંત્રી બનનાર સુષ્માએ આ સાહસ કર્યુ અને ઉદાહરણ પણ બન્યા. બંનેને લગ્નથી બાંસુરી નામની દીકરી પણ છે.

ખાસ વાતો
તમને જણાવી દઈએ કે દિલ્લીની પહેલી મહિલા મુખ્યમંત્રી રહેલા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ થયો હતો. સ્વરાજ ત્રણ વાર રાજ્યસભા સભ્ય અને પોતાના ગૃહ રાજ્ય હરિયાણી વિધાનસભામાં બે વાર સભ્ય રહ્યો. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે સૂચના પ્રસારણ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, સંસદીય કાર્ય મંત્રી સહિત વિવિધ મંત્રાલયોની જવાબદારી કેબિનેટ મંત્રી રૂપે સંભાળી હતી.

સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં શોકની લહેર
સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે સુષ્મા સ્વરાજના નિધનથી ભારતીય રાજકારણનો એક મહાન અધ્યાય સમાપ્ત થયો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
