Modi Surname Defamation Case: સુરત કોર્ટ આજે સંભળાવશે ચુકાદો, રાહુલ ગાંધી રહેશે હાજર
એક ચૂંટણી જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ, જેના પર ગુરુવારે એટલે કે આજે સુરત કોર્ટ ચુકાદો સંભળાવશે.

Modi Surname Defamation Case: રાહુલ ગાંધીના મોદી સરનેમવાળા નિવેદન પર ગુરુવારે એટલે કે આજે સુરત કોર્ટ ચુકાદો સંભળાવશે. આ દરમિયાન રાહુલ ગાંધી સુરત પહોંચીને કોર્ટના ચુકાદા વખતે હાજર રહેશે. તમને જણાવી દઈએ કે એક ચૂંટણી જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ, જેના પર ભાજપ ધારાસભ્ય અવે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો.
આ કેસમાં રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં ત્રણ વખત હાજર થયા છે. ગયા શુક્રવારે કોર્ટે ચુકાદો સંભળાવવાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી. કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. અગાઉ સોમવારે, એડવોકેટ કિરીટ પાનવાલાએ કહ્યુ હતુ કે કોર્ટ 23 માર્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની કથિત મોદી સરનેમવાળી ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં આદેશ આપી શકે છે. કોર્ટ જ્યારે ચુકાદો આપશે ત્યારે કોંગ્રેસના નેતા કોર્ટમાં હાજર રહેશે.
મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સીધા સુરત એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ કોર્ટમાં જશે. તમને જણાવી દઈએ કે મોદીની અટકને લઈને રાહુલ ગાંધી સામેનો આ માનહાનિનો કેસ ચાર વર્ષ જૂનો છે. જ્યારે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યુ હતુ કે 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. બીજેપી ધારાસભ્યએ રાહુલ ગાંધીના નિવેદનને મોદી સમુદાયનુ અપમાન ગણાવ્યુ, જે બાદ મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો.
આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓ છેલ્લે ઓક્ટોબર 2021માં પોતાનુ નિવેદન નોંધવા હાજર થયા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના ભાષણની સીડી અને પેન ડ્રાઈવ સાબિત કરે છે કે તેમણે ખરેખર રેલીમાં ટિપ્પણી કરી હતી અને તેમના શબ્દોએ મોદી સમુદાયને બદનામ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
