હેટ સ્પીચને સુપ્રીમ કોર્ટે બંધારણની મુળ ભાવના પર હુમલો ગણાવ્યો, જાણો શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે અહીં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, આપણો દેશ લોકતાંત્રિક વ્યવસ્થા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, વાણીની સ્વતંત્રતા છે, સ્વસ્થ લોકશાહી સુનિશ્ચિત કરવી જરૂરી છે.
નવી દિલ્હી : દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી હેટ સ્પીચને લઈને સતત વિવાદ વધી રહ્યો છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે, અમે મંત્રીઓની અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ ન લગાવી શકીએ. સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, મંત્રીઓના ભાષણો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં. અહીં જજોમાંં પણ મતભેદ જોવા મળ્યા હતા અને પાંચ જજોની બેચમાંથી એક જજ બીવી નાગરત્નાએ કહ્યુ કે, નફરતી ભાષણ બંધારણની મુળ ભાવના પર હુમલો કરે છે, જો વ્યક્તિ મંત્રી પદની સમકક્ષ હોય તો આવા નિવેદનો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય.
પાંચ જજોની સંવિધાન બેચમાં જસ્ટિસ એસએ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરત્ના સામેલ હતા. અહીં ચાર જજોએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો જ્યારે જસ્ટિસ બીવી નાગરત્ના અસંમત જોવા મળે છે.

અન્ય જજો સાથે અસહમત થતા બીવી નાગરત્નાએ કહ્યું કે, તાજેતરમાં જે રીતે બેજવાબદાર ભાષણો વધ્યા છે તે ચિંતાનો વિષય છે. આ નુકસાનકારક અને અપમાનજનક છે. આવા ભાષણો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોનું અપમાન કરે છે.
તેમણે કહ્યું કે, આ લોકોને સમજવાની જરૂર છે કે, તેમને શબ્દો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની વાણીની સમાજ અને લોકોની ભાવનાઓ લોકોના વર્તન પર અસર પડે છે. લોકોએ સમજવું જોઈએ કે તેઓ સમાજ અને નાગરિકો સામે કેવો દાખલો બેસાડી રહ્યા છે. તેથી રાજકીય પક્ષોએ તેમના મંત્રીઓ દ્વારા આપવામાં આવતા ભાષણો પર રોક લગાવવી જોઈએ. આવી આચારસંહિતા બનાવવી જોઈએ જેથી મંત્રીઓ આવા ભાષણો ન આપી શકે.
સુપ્રીમ કોર્ટે અહીં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, આપણો દેશ લોકતાંત્રિક વ્યવસ્થા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, વાણીની સ્વતંત્રતા છે, સ્વસ્થ લોકશાહી સુનિશ્ચિત કરવી જરૂરી છે.
અહીં તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ આદેશ 2016માં બુલંદશહેર હાઈવે પર મહિલા અને તેની પુત્રી પર બળાત્કારના કેસમાં આપ્યો હતો. મહિલાના પતિએ આઝમ ખાનના વિવાદાસ્પદ નિવેદનને કારણે ટ્રાયલ દિલ્હી ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. આઝમ ખાને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. કોર્ટ સમક્ષ સવાલ એ હતો કે શું મંત્રી, સાંસદ, ધારાસભ્યને તેમના ભાષણ પર પ્રતિબંધ લગાવી શકાય. જેના પર સુનાવણી કરતા પાંચ જજોની બેન્ચે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
