અદાણીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, રિપોર્ટીંગ પર રોક લગાવવાનો ઈનકાર
એડવોકેટ એમએલ શર્માએ સેબી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેમના સહયોગીઓ સામે તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે નિર્દેશની માંગ કરી છે.
નવી દિલ્હી : અદાણી મુદ્દે હિડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શેર બજારમાં ભારે નુકસાન વચ્ચે હવે અદાણીને સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અદાણીને લઈને મીડિયા રિપોર્ટ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ એમએલ શર્માએ કોર્ટ સમિતિ પર તેનો ચુકાદો ન આપે ત્યાં સુધી મીડિયામાં અદાણી-હિંડનબર્ગ મુદ્દા પર રિપોર્ટિંગ રોકવાની માંગ કરી હતી.

આ મુદ્દે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, અમે મીડિયા પર પ્રતિબંધ નહીં લગાવીએ, અમે અમારો આદેશ આપીશું. આ પહેલા સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલ અંગે ચાર અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને 100 મિલિયન ડોલરીથી વધુનું નુકસાન થયું છે.
સુપ્રીમ કોર્ટમાં જનારા આ અરજીકર્તાઓમાં એડવોકેટ એમએલ શર્મા પણ સામેલ છે. તેમણે સેબી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેમના સહયોગીઓ સામે તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે નિર્દેશની માંગ કરી છે. આ સિવાય એમએલ શર્માએ લિસ્ટેડ કંપનીઓને લગતા મીડિયા અહેવાલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
વકીલ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને મુકેશ કુમાર સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ તમામે આ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચાર પીઆઈએલ દાખલ કરી છે. વિશાલ તિવારીએ તેમની પીઆઈએલમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના વેપારી જૂથ સામે અનેક આક્ષેપો કરનારા હિંડનબર્ગ સંશોધન અહેવાલની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિ રચવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી હતી.
આ સિવાય કોંગ્રેસ નેતા ઠાકુરે અદાણી ગ્રુપની કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. ચોથી પીઆઈએલમાં અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી અને શેરના ભાવમાં છેતરપિંડી કરવાના આરોપોને પગલે પેનલ અથવા પૂર્વ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની દેખરેખ હેઠળ કેન્દ્ર સરકારની બહુવિધ એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
