Electoral Bondની વિગતો આવતીકાલ સુધીમાં જાહેર કરો, સુપ્રીમ કોર્ટનો SBI અને ECIને આદેશ
Supreme Court Electoral Bond: ઈલેક્ટોરલ બૉન્ડને લઈને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એસબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસે ઈલેક્ટ્રોનિક બૉન્ડ વિશે માહિતી આપવા માટે સમય માંગ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે સમય આપવાની ના પાડી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એસબીઆઈને જવાબમાં કહ્યું કે અમે તમારી પાસેથી ડેટા માંગ્યો હતો. પરબિડીયું ખોલો અને અમને ડેટા આપો. નહિતર જણાવો કે સમસ્યા ક્યાં છે.

ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બૉન્ડની વિગતો સબમિટ કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવાની માંગ કરતી એસબીઆઈની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને તેનો તમામ ડેટા સાર્વજનિક કરવા અને 12 જૂન એટલે કે આવતીકાલે ચૂંટણી પંચને આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે બેંકે આવતીકાલ સુધીમાં ભારતીય ચૂંટણી પંચ સાથે વિગતો શેર કરવાની રહેશે. ચૂંટણી સંસ્થાને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની વેબસાઇટ પર વિગતો પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
એસબીઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બેંકને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે વધુ સમયની જરૂર છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, હરીશ સાલ્વેએ કહ્યું, "કોર્ટે એસબીઆઈને બૉન્ડની ખરીદી વિશે માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. જેમાં બેંકમાંથી ખરીદદારો તેમજ બૉન્ડની કિંમત, રાજકીય પક્ષોની વિગતો, કેટલા બોન્ડ મળ્યા તેની તમામ માહિતી માંગવામાં આવી છે. પરંતુ અમારા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ માહિતી કાઢવા માટે આખી પ્રક્રિયાને ઉલટાવવી પડશે.''
હરીશ સાલ્વેએ વધુમાં જણાવ્યું હતું કે, "અમને એસઓપી હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે કે બૉન્ડની ખરીદી અને બૉન્ડની માહિતી વચ્ચે કોઈ સંબંધ ન હોવો જોઈએ. અમને એ પણ જણાવવામાં આવ્યુ છે કે આને સંપૂર્ણપણે સિક્રેટ રાખવાનુ છે.''
સુપ્રીમ કોર્ટે માહિતી આપી છે કે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેના પર SBIએ 30 જૂન સુધીનો સમય માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ એસબીઆઈ સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરતી એક અલગ અરજી પર પણ સુનાવણી કરશે.
હકીકતમાં, પિટિશનર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ ચૂંટણી બોન્ડની માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. SBIએ 6 માર્ચ સુધીમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું હતું પરંતુ તે આ સમયગાળામાં થઈ શક્યું નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં SBIને ચૂંટણી બોન્ડ સંબંધિત દરેક આદેશનું પાલન કરવા કહ્યું હતું. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં અરજદાર એડીઆરએ તિરસ્કારની અરજી પર વહેલી સુનાવણીની પણ માંગ કરી છે. જોકે, પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ સીધો તિરસ્કારનો મામલો છે.
Electoral Bonds case: Senior advocate Harish Salve appearing for the State Bank of India (SBI) tells Supreme Court that the bank needs extra time to submit details of Electoral Bonds to the Election Commission of India. pic.twitter.com/8yGtSbihia
— ANI (@ANI) March 11, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
