નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન બેભાન થયા SCના જજ, ફાંસી પર ચાલી રહી હતી દલીલ
દિલ્લી ગેંગરેપ 2012ના દોષી વિનય શર્માની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ભાનુમતિ સુનાવણી દરમિયાન જ બેભાન થઈ ગયા
દિલ્લી ગેંગરેપ 2012ના દોષી વિનય શર્માની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. મોતના દોષી વિનય શર્માએ ન્યાયાલયમાં રાષ્ટ્રપતિ દ્વારા દયા અજી ફગાવવા સામે અપીલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વિનયની એ અરજીને પણ ફગાવી દીધી છે જેમાં તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાની વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ભાનુમતિ સુનાવણી દરમિયાન જ બેભાન થઈ ગયા ત્યારબાદ તેમને મહિલા સ્ટાફની મદદથી ચેમ્બરમાં લાવવામાં આવ્યા.

અલગ-અલગ ફાંસી પર કરી રહ્યા હતા સુનાવણી
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જસ્ટીસ ભાનુમતિ દોષી વિનય શર્માની અરજી ફગાવી દીધા બાદ કેન્દ્ર અને દિલ્લી સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં દોષિતોને અલગ અલગ ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તે બેભાન થઈ ગયા. ન્યાયાધીશ ભાનુમતિની આવી હાલત જોઈ કોર્ટ પરિસરમાં હોબાળો થઈ ગયો અને મહિલા સ્ટાફને બોલાવવામાં આવ્યો. ભાનુમતિને બેભાન હાલતમાં જ કોર્ટમાં હાજર બીજા મહિલા સ્ટાફની મદદથી ચેમ્બરમાં લાવવામાં આવ્યા.
|
નિર્ભયાની માએ કોર્ટમાં કહ્યુ કે મારા અધિકારનુ શું થયુ?
તમને જણાવી દઈએ કે નિર્ભયાના માતાપિતા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ચારે દોષિતો માટે નવુ ડેથ વોરન્ટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. નિર્ભયાની માએ કોર્ટમાં કહ્યુ કે મારા અધિકારનુ શું થયુ? હું હાથ જોડીને ઉભી છુ, કૃપા કરીને નવો ડેથ વોરન્ટ જારી કરવામાં આવે. હું પણ માણસ છુ. આ કેસને સાત વર્ષથી વધુ થઈ ગયા છે. એમ બોલીને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા.

દોષી પવન ગુપ્તાને મળ્યા નવા વકીલ
તમને જણાવી દઈએ કે દોષી પવનના વકીલ એપી સિંહના કેસ છોડ્યા બાદ કેસ ફસાઈ ગયો હતો. દોષીના પરિવારજનોએ કોર્ટના વકીલની વ્યવસ્થા માટે બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટે તેમને સરકારી વકીલ પસંદ કરવા કહ્યુ. ગુરુવાર સુધી પણ વકીલ ન મળવા સુધી પટિયાલા હાઉસ કોર્ટે આ કેસમાં નોધ લઈને રવિ કાજીને દોષી પવન ગુપ્તાના વકીલ નિયુક્ત કર્યા છે. દોષી પવન ગુપ્તાને લીગલ એઢના વકીલોની લિસ્ટ સોંપવામાં આવી હતી પરંતુ તેમણે એને પસંદ કરવાની ના પાડી દીધી હતી ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
