લાલુ યાદવની જામીન અરજી સુપ્રીમકોર્ટે રદ કરી

સુપ્રીમકોર્ટે કરોડો રૂપિયાના ચારા ઘોટાળા મામલે રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી રદ કરી દીધી છે.

સુપ્રીમકોર્ટે કરોડો રૂપિયાના ચારા ઘોટાળા મામલે રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી રદ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવને આ મામલે દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમની જામીન અરજી પર સુપ્રીમકોર્ટે બુધવારે કહ્યું કે અમને નથી લાગતું કે તેમને જામીન મળવી જોઈએ. આપને જણાવી દઈએ કે મંગળવારે સીબીઆઈ ઘ્વારા લાલુ યાદવની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

lalu prasad yadav

સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ હોસ્પિટલમાં રહીને પણ રાજનૈતિક ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યા છે. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મેડિકલના નામે તેઓ લોકસભા ચૂંટણી માટે જામીનની માંગ કરી રહ્યા છે, જે બિલકુલ ખોટું છે. સીબીઆઈ ઘ્વારા કોર્ટમાં આપવામાં આવેલા હલ્કનામામાં જણાવવામાં આવ્યું કે રાજનૈતિક ગતિવિધિઓ માટે લાલુ યાદવને જામીન નહીં મળવા જોઈએ.

આ પણ વાંચો: ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સુબ્રમણ્યમ સ્વાપીમએ કાઢી બે મોટી ભૂલ

લાલુ યાદવ મેડિકલના નામ પર હોસ્પિટલના ખાસ વોર્ડમાં દિવસો પસાર કરી રહ્યા છે. લાલુ યાદવે ખરાબ તબિયતનું જણાવીને કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેમને કહ્યું કે તેઓ 71 વર્ષના છે અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે. લાલુ યાદવ અને તેમના સમર્થકોને આશા હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેમને જામીન મળી જશે પરંતુ કોર્ટ ઘ્વારા તેને રદ કરીને લાલુ યાદવને મોટો ઝાટકો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો, ભાજપમાં જોડાશે

લાલુ યાદવને હાલમાં ચારા ઘોટાળા મામલે રાંચીની બિરસા મુંડા કેન્દ્રીય જેલમાં સજા કાપવાનો આદેશ છે પરંતુ તેઓ સ્વાસ્થ્યના નામે હોસ્પિટલમાં છે. લાલુ પ્રસાદ યાદવને ચારા ઘોટાળા મામલે સજા સંભળાવવામાં આવી હતી, ત્યારથી તેઓ જામીન મળવાની આશા લગાવીને બેઠા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X