સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો
સનીની પત્ની પૂજાના ફોટો પરથી સસ્પેન્સ ઉઠી ચૂક્યુ છે કારણકે તેમનો ફોટો હવે સોશિયલ મીડિયા પર સામે આવી ચૂક્યો છે કે જે સની અને પૂજાના મોટા પુત્ર કરણ દેઓલે શેર કર્યો છે.
સની દેઓલ હાલમાં ગુરદાસપુર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, ચૂંટણી પ્રચાર ચરમ પર છે. જે દિવસથી સનીએ રાજકારણાં આવવાનું એલાન કર્યુ છે એ દિવસથી સની વિશે જાણવા માટે લોકોમાં હોડ મચી છે. લોકો ટ્વીટર અને ગૂગલ પર તેમની સાથે જોડાયેલી માહિતી શોધી રહ્યા છે, એવામાં ગૂગલથી પણ ભૂલ થઈ ગઈ અને તેણે કન્નડની જાણીતી અભિનેત્રી પૂજા ગાંધીને સનીની પત્ની પૂજા દેઓલ બતાવી દીધી હતી.
|
સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ
હવે સનીની પત્ની પૂજાના ફોટો પરથી સસ્પેન્સ ઉઠી ચૂક્યુ છે કારણકે તેમનો ફોટો હવે સોશિયલ મીડિયા પર સામે આવી ચૂક્યો છે કે જે સની અને પૂજાના મોટા પુત્ર કરણ દેઓલે શેર કર્યો છે. વાસ્તવમાં કરણે ‘મધર્સ ડે' ના દિવસે પોતાની મા અને ભાઈ રાજવીર સાથે પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો છે.
|
તમારા વિના હું જીવનમાં અસહાય છુ માઃ કરણ દેઓલ
શેર કરાયેલ ફોટોમાં તેમની મમ્મી એટલે કે સનીની પત્ની પૂજા દેઓલ છે. કરણે આ ફોટો શેર કરીને લખ્યુ, ‘તમારા વિના હું જીવનમાં અસહાય છુ. મારા માટે તમે હંમેશા સંપૂર્ણ છો.' કરણે શેર કરેલો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.

સનીના લગ્નને છૂપાવીને રાખવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે સનીએ પોતાની પર્સનલ લાઈફને હંમેશા મીડિયાથી દૂર રાખી છે. જે રીતે તેમની મા અને ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર વિશે લોકો બહુ ઓછુ જાણે છે એ જ રીતે સનીની પત્ની પૂજા દેઓલ વિશે પણ લોકોને વધુ કંઈ ખબર નથી. પૂજા દેઓલ ફિલ્મી પાર્ટીઓમાં પણ જોવા મળતી નથી. સની અને પૂજાના લગ્ન લંડનમાં થયા હતા અને આ અરેન્જ્ડ મેરેજ હતા. જો કે સની અને પૂજા બાળપણથી એકબીજાને જાણતા હતા કારણકે બંનેના પરિવાર વચ્ચે બિઝનેસ રિલેશનશીપ હતી.

સની અને પૂજાને લગ્નથી બે બાળકો કરણ અને રાજવીર છે
સની અને પૂજાને લગ્નથી બે બાળકો કરણ અને રાજવીર છે. કરણ દેઓલ હવે હિંદી સિનેમામાં ડેબ્યુની તૈયારીમાં છે. તેમની હીરો તરીકે પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ' રિલીઝ થવાની છે. આને સની દેઓલ નિર્દેશિત કરી રહ્યા છે. જ્યારે કરણનો નાનો ભાઈ રાજવીર હજુ મીડિયાથી દૂર પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે કરણના બોલિવુડમાં એક સારા ડેબ્યુ બાદ સની દેઓલ રાજવીરને પણ લૉન્ચ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
