સુનંદા પુષ્કર કેસઃ કોર્ટે ફગાવી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ માંગ
દિલ્લીની એક અદાલતે શુક્રવારે ભાજપ નેતા અને રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
દિલ્લીની એક અદાલતે શુક્રવારે ભાજપ નેતા અને રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જેમાં સ્વામીએ કોંગ્રેસ નેતૈ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મોત મામલે પુરાવા સાથે છેડછાડ પર વિજિલન્સ રિપોર્ટ શેર કરવા માટે પોલિસને નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ અરુણ ભારદ્વાજે કહ્યુ કે તેમનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી.

જજે કહ્યુ કે હત્યા મામલે ઉંડી તપાસ કરવા માટે જનહિત અરજી દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યુ કે બચાવ પક્ષની એ દલીલ સાચી છે કે પોલિસ પોતાના સ્તરે તપાસ કરી ચૂકી છે. સાથે બીજા પક્ષના વકીલ સમગ્ર મામલે યોગ્ય રીતે પોતાનો પક્ષ રાખી રહ્યા છે. એવામાં આ મામલે ત્રીજા પક્ષની મદદની કોઈ જરૂર નથી.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ના રોજ દક્ષિણ દિલ્લીના લીલા પેલેસ હોટલમાં મૃત મળી આવી હતી. ત્યારબાદ પોલિસે શશિ થરૂર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498 એ (મહિલાના પતિ કે સંબંધીઓ દ્વારા ક્રૂરતાથી પોતાના વશમાં કરવુ) અને 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) હેઠળ કેસ નોંધ્યો હતો પરંતુ હજુ સુધી થરૂરની ધરપકડ થઈ નથી.
દિલ્લી પોલિસે 3000 પાનાંની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે થરૂરે સુનંદા પુષ્કર સાથે ઘણો હિંસક વ્યવહાર કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદા પુષ્કરના શરીર પર ઈંજેક્શનના નિશાન હતા. હોટલના જે રૂમમાં તેમની લાશ મળી ત્યાં ઉંઘની ગોળીએ પણ મળી આવી હતી. થરુર અને તેમના પત્ની સુનંદા એ વખતે હોટલમાં રોકાયા હતા કારણકે તેમના સરકારી બંગલામાં કંસ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
