Sukma Encounter : છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલી અને સેના વચ્ચે એન્કાઉન્ટર, ઘણા નક્સલીના મોતની સંભાવના
છત્તીસગઢ ફરી એક વખત નક્સલીઓએ માથુ ઉચક્યુ છે. રાજ્યના સુકમા જિલ્લામાં સેના અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ ઘટનામાં 4 થી 6 જેટલા નક્સલીઓના મોત થયા છે. હાલ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સમાચાર અનુસાર, ચિંતાગુફાના જંગલોમાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 4 થી 6 નક્સલવાદીઓ માર્યા ગયા અથવા ગંભીર રીતે ઘાયલ થયા હોવાની સંભાવના છે. સેનાને ઘટના સ્થળેથી કોઈ મૃતદેહ મળ્યા નથી. અધિકારીઓ અનુસાર, નક્સલીઓ તેના મૃત અને ઘાયલ સાથીઓને જંગલમાં લઈ જવામાં સફળ રહ્યા હતા.
અહેવાલો અનુસાર, સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. આ દરમિયાન ચિંતાગુફા વિસ્તારના કદવાલ ગામના જંગલોમાં સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકો પર નક્સલવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ સેનાએ વળતું ફાયરિંગ કર્યુ હતુ.
અધિકારીઓ અનુસાર, જંગલમાં પહેલાથી જ રહેલા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કર્યુ હતુ. હાલ સેનાએ પુરા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ઓપરેશન ચાલી રહ્યું છે.
સમાચાર અનુસાર, જંગલોમાં નક્સલવાદીઓની હિલચાલના સમાચાર મળતાં સેનાએ પુરા વિસ્તારને ઘેર્યો હતો. ત્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 30 થી 35 નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી.
જણાવી દઈએ, નક્સલીઓ દ્વારા શહિદ સપ્તાહ મનાવવાની જાહેરાત બાદ ડીઆરજીને રવાના કરાઈ હતી. આ એન્કાઉન્ટરમાં 4-6 નક્સલવાદીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયાના સમાચાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
