આ છે લોકસભા ચૂંટણીના સૌથી અમીર ઉમેદવાર, જાણો કોણ છે સુખબીર સિંહ જૌનપુરીયા
Richest Candidate In Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024માં રાજસ્થાનની 25 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 19 અને 26 એપ્રિલના રોજ મતદાન દ્વારા તેમના ભાવિનો નિર્ણય કરવામાં આવશે.
રાજસ્થાનમાં સૌથી ધનાઢ્ય ઉમેદવાર સુખબીર સિંહ જૌનપુરિયા છે, જેઓ ટોંક-સવાઈમાધોપુર બેઠક પરથી વર્તમાન સાંસદ હોવા છતાં આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
રાજસ્થાનની તમામ 25 બેઠકો પર ત્રણ અબજોપતિ ઉમેદવારો છે. 39 ઉમેદવારો કરોડપતિ અને 8 ઉમેદવારો લાખપતિ છે. સૌથી અમીર ઉમેદવાર સુખબીર સિંહ જૌનપુરિયાની કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયાથી વધુ છે.
રાજસ્થાનના ટોચના અમીર ઉમેદવાર -
- ટોંક-સવાઈ માધોપુરથી ભાજપના ઉમેદવાર સુખબીર સિંહ જૌનપુરિયાની સંપત્તિ - 141.5 કરોડ રૂપિયા
- ચિત્તોડગઢથી કોંગ્રેસના ઉમેદવાર ઉદયલાલ અંજનાની સંપત્તિ 122.30 કરોડ રૂપિયા છે.
- નાગૌરથી ભાજપના ઉમેદવાર ડૉ. જ્યોતિ મિર્ધાની સંપત્તિ 102.60 કરોડ રૂપિયા છે.
- જોધપુર કોંગ્રેસના ઉમેદવાર કરણ સિંહની સંપત્તિ 70.12 કરોડ રૂપિયા છે
- ઝાલાવાડ-બુંદી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા જૈન ભાયાની સંપત્તિ 54.53 કરોડ રૂપિયા

કાદવમાં ખૂંદતા હતા સુખબીર સિંહ જૌનપુરિયા - કોરોના મહામારી દરમિયાન સુખબીર સિંહ જૌનપુરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ માટીમાં સ્નાન કરતા અને શંખ ફૂંકતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુખબીર સિંહ જૌનપુરિયા કોરોનાના સમયગાળા દરમિયાન સંક્રમિત થયા હતા. જે પછી દિલ્હીમાં પોતાના ફાર્મ હાઉસમાં માટીમાં પડીને તે કોરોનાથી બચવાની ટિપ્સ આપી રહ્યા હતા.
ટોંક-સવાઈ માધોપુર લોકસભા ચૂંટણી 2024 - ટોંક સવાઈ માધોપુર લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા સુખબીર સિંહ જૌનાપુરિયા આ વખતે કોંગ્રેસના દેવલી ઉનિયારાના ધારાસભ્ય હરીશ ચંદ્ર મીણા સામે ટકરાશે.
હરિયાણાના રહેવાસી સુખબીર જૌનાપુરિયાએ કોંગ્રેસના ઉમેદવારો અઝહરુદ્દીન અને નમોનારાયણ મીણાને એક લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
કોણ છે સુખબીર સિંહ જૌનપુરિયા? - રિયલ એસ્ટેટ બિઝનેસમેન સુખબીર સિંહ જૌનપુરિયાનો જન્મ 18 ઓક્ટોબર, 1957ના રોજ થયો હતો. તેમના પિતા સોહન લાલ જૌનાપુરિયા એક અગ્રણી ઉદ્યોગસાહસિક રહી ચૂક્યા છે. સુખબીર સિંહે દિલ્હી યુનિવર્સિટીમાં B.Com સુધી અભ્યાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
