Students protest Update : હિન્દુસ્તાની ભાઉને કોઈ રાહત નહીં, 4 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રહેશે
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. સોમવારના રોજ વિદ્યાર્થીઓએ રાજધાની મુંબઈમાં મોટા પ્રદર્શનનું એલાન આપ્યું હતું.
Students protest Update : મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. સોમવારના રોજ વિદ્યાર્થીઓએ રાજધાની મુંબઈમાં મોટા પ્રદર્શનનું એલાન આપ્યું હતું. તેમની માગ છે કે, કોરોના મહામારીને કારણે 10મા અને 12માની પરીક્ષાઓ ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવામાં આવે, પરંતુ સરકારે તેનો ઈન્કાર કરી દીધો હતો.

જે બાદ વિદ્યાર્થીઓનો હોબાળો વધી ગયો હતો. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં સોશિયલ મીડિયા પ્રભાવક વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉની મુશ્કેલીઓ પણ વધી રહી છે.
હકીકતમાં, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મુંબઈ પોલીસ દ્વારા હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, તેણે વિદ્યાર્થીઓને પ્રદર્શન અને હોબાળો કરવા માટે ઉશ્કેર્યા હતા. મંગળવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે તેને 4 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
વીડિયો અપલોડ કર્યો હતો
એવો આરોપ છે કે, હિન્દુસ્તાની ભાઉએ પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું કહ્યું હતું. તેણે આ વીડિયો 24 જાન્યુઆરી, 2022ના રોજ અપલોડ કર્યો હતો.
વીડિયોમાં હિન્દુસ્તાની ભાઉ કહે છે કે, આ બે વર્ષમાં કોવિડને કારણે ઘણા લોકોના મોત થયા છે. અત્યાર સુધી લોકો આઘાતોમાંથી બહાર આવી રહ્યા છે. હવે ઓમિક્રોનનું નવો વેરિએન્ટ કોહરામ મચાવી રહ્યો છે. આ શું છે? સરકાર લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી રહી છે. શા માટે તેઓ ઓફલાઈન વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે. બાળકોના જીવન રક્ષા માટે 'પરીક્ષા રદ્દ કરો' તેમના જીવન સાથે રમશો તો ફરી આંદોલન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
