ચશ્મા અને ઘડીયાળમાં બ્લ્યૂટૂથ લગાવી કોપી કરતાં વિદ્યાર્થી ઝડપાયો

ટીવાય બીએની અંગ્રેજી પરીક્ષામાં મંગળવારે બરાસિયા કોલેજ સ્થિત પરિક્ષા કેન્દ્ર પર મામલતદારે કિશોરીલાલે એક વિદ્યાર્થીને બ્લ્યૂટૂથના માધ્યમથી કોપી કરતાં ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ બાદ કોલેજના સો મીટરના ઘેરાવામાં કારમાં બેસીને હાઇટેક ઘડિયાળના માધ્યમથી ભૂપેન્દ્રને કોપી કરાવનાર મદદ કરી રહેલા સહયોગી મનજીતને પકડી પાડ્યો હતો.
ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે તે કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષામાં સતત છ વાર નાપાસ થતો હતો. તેને કોપી કરીને પાસ થવાની યોજના બનાવી હતી. બીએ સુધીનો અભ્યાસ કરેલો મનજીત ભૂપેન્દ્રનો મિત્રનો મિત્ર હતો. મનજીતનું કહેવું છે કે તેને ભૂપેન્દ્રને મદદ કરવા માટે બોલાવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ કોપીના માહિતી મામલતદાર કિશોરીલાલને ઇમેલ દ્રારા પરિક્ષાના એક દિવસ પહેલાં મળી હતી. કિશોરીલાલના ઇમેલ આઇડી પર સોમવારે સાંજે એક વ્યક્તિએ મેલ મોકલ્યો હતો. મેલમાં કોલેજના એક્સ વિદ્યાર્થી ભૂપેન્દ્ર દ્રારા પરિક્ષા દરમિયાન ચશ્માની ફ્રેમમાં બ્લ્યૂટૂથ ફિટ કરીને કોપી કરતો હોવાનું લખ્યું હતું. ઇમેલમાં વિદ્યાર્થીનો રોલ નંબર, પ્રવેશ પત્રની કોપી અને રૂમ નંબર પણ આપ્યો હતો, જો કે ઇમેલ મોકલનારની માહિતી મળી શકી નથી.
આ માહિતીના આધારે મામલતદારે મંગળવારે સવારે ન વાગે પરિક્ષા કેન્દ્ર પર પહોંચી નકલ કરનાર વિદ્યાર્થી અને તેના સહયોગીને પકડી પાડ્યો હતો. મામલતદારે ઉત્તરવહી, ચશ્મા, ઘડિયાળ, સિમ અને બેટરી જપ્ત કરી લીધી હતી. કહેવામાં આવે છે કે કોપી કરવાની પદ્ધતિ હાઇટેક હતી. ચશ્માને એ પ્રમાણે બનાવવામાં આવ્યા છે કે આસાનીથી પકડાઇ ના શકે. ચશ્મા અને ઘડીયાળ પાંચસો મીટરના અંતર સુધી કનેક્ટ થઇ શકે છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
