ફટાકડા ફોડવા પર કડક પ્રતિબંધ લાગુ, 5 હજાર સુધીનો દંડ અને 3 વર્ષની જેલ, 408 ટીમોની રચના
દિલ્લીમાં ફટાકડા ફોડવા પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ભૂલથી પણ જો ફટાકડા ફોડ્યા તો જેલની હવા ખાવી પડી શકે છે.
દિલ્લીમાં ફટાકડા ફોડવા પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ભૂલથી પણ જો ફટાકડા ફોડ્યા તો જેલની હવા ખાવી પડી શકે છે. દિલ્લીની આપ સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્લીમાં ફટાકડાનુ નિર્માણ, ભંડારણ, વેચાણ પર 5000 રુપિયા સુધીનો દંડ અને વિસ્ફોટક અધિનિયમની કલમ 9બી હેઠળ ત્રણ વર્ષની કેદની સજા થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યુ કે દિલ્લીમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયા સુધીનો દંડ લાગશે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યુ કે દિલ્લીમાં આપ સરકારે સપ્ટેમ્બરમાં જ 1 જાન્યુઆરી સુધી બધા પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. 21 ઓક્ટોબરથી 'દીવા પ્રગટાવો ફટાકડા નહિ' નામનુ એક એક જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવશે. દિલ્લી સરકાર શુક્રવારે કનૉટ પ્સેસના સેન્ટ્રલ પાર્કમાં 51,000 દીવા પ્રગટાવશે. વધુમાં ગોપાલ રાયે જણાવ્યુ કે દિલ્લીમાં ફટાકડાના ઉત્પાદન, ભંડારણ અને વેચાણ પર 5000 રુપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે.
ગોપાલ રાયે વધુમાં કહ્યુ કે ફટાકડના ફોડવા પર પ્રતિબંધ ઉલ્લંઘનના 188 મામલા જાણવા મળ્યા છે અને 16 ઓક્ટોબર સુધીમાં 2917 કિલોગ્રામ ફટાકડા જપ્ત પણ કરવામાં આવ્યા છે. દિલ્લીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લાગુ કરવા માટે 408 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાંથી દિલ્લી પોલીસે સહાયક પોલીસ કમિશનર હેઠળ 210 ટીમોની રચના કરી છે, જ્યારે મહેસૂલ વિભાગે 165 ટીમોની રચના કરી છે અને દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે.
મનોજ તિવારીએ પ્રતિબંધને પડકાર્યો
આ તરફ ભાજપના સાંસદ મનોજ તિવારીએ સપ્ટેમ્બરમાં દિલ્લી સરકારના ફટાકડા પરના પ્રતિબંધને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે તહેવારોની સિઝનમાં પ્રદૂષણમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. ગયા વર્ષે દિવાળી પછીના દિવસોમાં દિલ્લીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 500ના સ્કેલ પર ભયજનક 463 સુધી પહોંચી ગયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
