SP નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યા, કોથળામાં લાશ ફેંકી
યુપીના મુઝફ્ફરનગરમાં સપા નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યાનો સનસની મામલો સામે આવ્યો છે. સુરૈયા બેગમ છેલ્લા 8 દિવસથી લાપતા હતી.
યુપીના મુઝફ્ફરનગરમાં સપા નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યાનો સનસની મામલો સામે આવ્યો છે. સુરૈયા બેગમ છેલ્લા 8 દિવસથી લાપતા હતી. પોલીસને મહિલાની લાશ કોથળામાં બંધ કરીને ગંગ નહેરથી મેળવવામાં આવી. પોલીસે હત્યામાં શામિલ એક મહિલા સહીત ત્રણ હત્યારાઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા

8 દિવસથી લાપતા હતી
મળતી જાણકારી અનુસાર આખો મામલો મુઝફ્ફર નગરના કોતવાલી વિસ્તારનો છે. અહીં સુરૈયા બેગમ 18 ડિસેમ્બરે ઇસ્લામનગર નિવાસી મહિલાને ઉધાર આપેલા પૈસા લેવાની વાત કહીને ઘરથી નીકળી હતી, ત્યારપછી જ તે લાપતા હતી. તેમની દીકરી હુમાએ તેમની લાપતા થવાની રિપોર્ટ નોંધાવી. સોમવારે જ પરિવારે કંઈક અનહોની થયાની આશંકા વ્યકત કરીને પોલીસ ચોકીમાં હંગામો પણ કર્યો હતો.

એસએસપી ઘ્વારા ટીમ ગઠિત કરવામાં આવી
આપને જણાવી દઈએ કે સુરૈયા બેગમ વર્ષ 2012 માં નગર પંચાયત ખાંતોલી થી ચેરમેન પદથી ચૂંટણી પણ લડી ચુકી છે. જેને કારણે આખા વિસ્તારમાં સુરૈયાના લાપતા થવા પર સામાન્ય જનતામાં રોષ હતો. પરિજનો અને સમર્થકો ઘ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી મુઝફ્ફરનગર એસએસપી સુધીર કુમારે ગુમશુદા મહિલાની તલાશ માટે એક સ્પેશ્યલ ટીમ પણ ગઠિત કરી હતી.

કોથળામાં બંધ કરીને ગંગનહેરમાં લાશ ફેંકી
પોલીસ ટીમે મોહોલ્લ ઇસ્લામનગર નિવાસી ઝાહીદા અને તેના પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓ ઘ્વારા સુરૈયાનું ગળું દબાવી હત્યા કરવા અને લાશને કોથળામાં બંધ કરીને ગંગનહેરમાં ફેંકવાનો ગુનો કબૂલ કર્યો.

પોલીસે જણાવ્યું કે લેવડદેવડમાં હત્યા થઇ
ઇન્સ્પેક્ટર સંતોષ કુમાર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેવડદેવડ વિવાદમાં સુરૈયાની હત્યા કરવામાં આવી, જેના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હંગામાની આશંકાને કારણે ઘણી ચોકીઓની ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. સુરૈયા બેગમ વર્ષ 2012 માં નગર પંચાયત ખાંતોલી થી ચેરમેન પદથી ચૂંટણી પણ લડી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
