સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળો ફગાવીઃ મીડિયા રિપોર્ટ્સ
મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહેલ નવા સત્તાના સમીકરણોને જોતા સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો છે.
મહારાષ્ટ્રની રાજનીતિ માટે સોમવારે મુલાકાતોનો દોર ચાલુ રહ્યો. દેવેન્દ્ર ફડણવાસે જ્યાં અમિત શાહ સાથે મુલાકાત કરી ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી જ્યારે શિવસેના નેતા સંજય રાઉત રાજ્યપાલને મળ્યા. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહેલ નવા સત્તાના સમીકરણોને જોતા સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો છે.

શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી
શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે કહ્યુ અમે સોનિયાજી સાથે મુલાકાત કરીને તેમને મહારાષ્ટ્રની મૂળ સ્થિતિની માહિતી આપી છે. તેમની સાથે સરકાર બનાવવા અંગ કઈ વિશેષ વાતચીત નથી થઈ. જો કે ફરીથી મુલાકાત કરવા પર સંમતિ બની છે. રિપોર્ટ્સ મુજબ સૂત્રોએ જણાવ્યુ કે સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળોને ફગાવી દીધી છે.

કાલે ફરીથી સોનિયા ગાંધીને મળવાના શરદ પવાર
શરદ પવારે કહ્યુ કે રાજ્યમાં ભાજપને સત્તામાં આવવાથી રોકવા માટે આ રીતના ગઠબંધનના પક્ષમાં છે. વળી તેમણે મીડિયાને જણાવ્યુ કે કાલે તે ફરીથી સોનિયા ગાંધીને મળવાના છે. જેનાથી સંકેત મળે છે કે આજની ચર્ચાઓનુ અનુકૂળ પરિણામ નથી નીકળ્યુ. જો કે પવારે એ પણ કહ્યુ કે રાજ્યના લોકોએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. હાલમાં અમારી પાસે સરકાર બનાવવા માટે આંકડો નથી. ભાજપ અને તેમના સહયોગીઓ પાસે જો આંકડો હોય તો સરકાર બનાવવાની જવાબદારી તેમની પાસે છે. અમે જોઈએ આગળ શું થાય છે.

સીએમ પદ માટે બંને પક્ષોમાં ચાલી રહી ખેંચતાણ
સંજય રાઉત તરફથી રાકાંપા નેતા અજીત પવાર સાથે મુલાકાતના સવાલ પર પવારે કહ્યુ કે શિવસેનાએ ભાજપ સામે મહારાષ્ટ્રમાં એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. સરકાર માટે અમારી શિવસેના કે કોઈ બીજા સાથે વાતચીત નથી થઈ અને ના તેમણે અમને કોઈ ઑફર કરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, રાકાંપાને 54 અને કોંગ્રેસને 44 સીટો પર જીત મળી છે. ભાજપ-શિવસેના ગઠબંધન પાસે બહુમત માટે જરૂર 145ના મુકાબલે 161 સીટો છે. તેમછતાં બંને વચ્ચે મુખ્યમંત્રી પદ માટે મતભેદના કારણે અત્યાર સુધી સરકાર બની શકી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
