Sonam Wangchuk : દિલ્હી હાઈકોર્ટ પહોંચીં લદ્દાખની લડાઈ, સોનમ વાંગચુકને મુક્ત કરવા માંગ
Sonam Wangchuk : લદ્દાખને છઠ્ઠી અનુસુચીમાં દાખલ કરવાની માંગ સાથે દિલ્હી આવી રહેલા સોનમ વાંગચુક અને તેના 100 થી વધુ સાથીઓને દિલ્હી પોલીસે જેલમાં મોકલતા મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં સોનમ વાંગચુક અને તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ સાથે એક અરજી દાખલ થઈ છે. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટ3 ઓક્ટોબરે સૂનાવણી હાથ ધરશે.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેચે સૂનાવણી કરતા સુનાવણી માટે 3 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
સોનમ વાંગચુક તેના 100 થી વધુ સાથીઓ સાથે લદ્દાખથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પોલીસે સોમવારે રાત્રે સિંઘુ બોર્ડર પરથી તેમને કસ્ટડીમાં લીધા હતા. દિલ્હીમાં પરવાનગી વિના વિરોધ કરવા બદલ દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને કસ્ટડીમાં લેવાયા છે. આ અટકાયત બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા છે.
કોર્ટ વાંગચુકની મુક્તિની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે અરજદારને તમામ જરૂરી દસ્તાવેજો ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો.
બીજી તરફ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે સોનમ વાંગચુકની અટકાયતને લઈને સરકાર પુર સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસની કાર્યવાહી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ક્યારેક ખેડૂતોને દિલ્હી આવતા રોકે છે તો ક્યારેક લદ્દાખના લોકોને રોકે છે. દરેકને દિલ્હી આવવાનો અધિકાર છે, કોઈને રોકવું સંપૂર્ણ ખોટું છે. નિઃશસ્ત્ર શાંતિપ્રિય લોકોથી શા માટે ડરે છે?
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી બપોરે 1 વાગ્યે સોનમ વાંગચુકને મળવા બવાના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ તેમને લદ્દાખના કાર્યકર્તાઓને મળવાની પણ મંજૂરી પણ આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે, સોનમ વાંગચુકની મુખ્ય માંગ લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની છે. જેથી કરીને સ્થાનિક લોકોને તેમની જમીન અને સાંસ્કૃતિક ઓળખના રક્ષણ માટે કાયદો બનાવવાની સત્તા મળી શકે. આ માટે વાંગચુક અને લગભગ 75 કાર્યક્તાઓ 1 સપ્ટેમ્બરના રોજ પગપાળા કૂચ શરૂ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
