મોહન ભાગવતના ડિવોર્સવાળા નિવેદન પર સોનમ કપૂરઃ આ મૂર્ખામીભર્યુ અને પછાત વિચારોવાળુ
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે.
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે. સોનમે કહ્યુ કે આ ખૂબ જ પછાત વિચાર દર્શાવતી અને મૂર્ખામીભરી વાત છે. ભાગવતે કહ્યુ છે કે ડિવોર્સના કેસ વધુ ભણેલા ગણેલા પરિવારોમાં વધુ જોવા મળી રહ્યા છે કારણકે આનાથી અહંકાર આવી જાય છે. આ વિશે જ સોનમે આ વાત કહી છે.

સોનમે ટ્વિટ કરીને બતાવ્યો ગુસ્સો
મોહન ભાગવતના નિવેદનવાળા સમાચારને રિટ્વિટ કરીને સોનમે લખ્યુ કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારોને વ્યક્ત કરતુ વિચિત્ર નિવેદન છે આ. સોનમ કપૂરનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણુ ચર્ચિત થઈ રહ્યુ છે. સોનમના આ ટ્વિટર પર હજારો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ બોલ્યા હતા મોહન ભાગવત
આરએસએસના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે. ડિવોર્સના કેસ શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે. આનુ કારણ એ છે કે શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવી જાય છે જેનુ પરિણામ પરિવારોનુ તૂટવુ છે. પરિવાર તૂટવાથી સમાજ પણ વિખેરાય છે કારણકે સમાજ પણ એક પરિવાર છે.

સામાજિક મુદ્દાઓ પર બોલતી રહે છે સોનમ
આ પહેલી વાર નથી જ્યારે સોનમ કપૂરે કોઈ રાજકીય કે સામાજિક મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય રાખ્યુ હોય. હાલમાં જ દિલ્લીના શાહીન બાગાં ચાલી રહેલા પ્રદર્શન વિશે પણ તેણે ટ્વિટ કર્યુ હતુ. શાહીન બાગ અને જામિયામાં ફાયરિંગની ઘટના પર તેણે લખ્યુ હતુ, ક્યારેય વિચાર્યુ પણ નહોતુ કે ભારતમાં આવુ થશે. વિભાજનકારી રાજનીતિ બંધ કરો, આ નફરત ફેલાવે છે, જો તમે ખુદને હિંદુ સમજતા હોય તો એ સમજે કે તમારો ધર્મ તમારા કર્મ વિશે હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
