પુત્ર એ કરી માં-બાપ સહિત ચાર લોકોની હત્યા, જાણો કારણ
દિલ્હીના પાલમ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઇ ગઇ હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો. ઘટના પર નજર કરીએ તો, એક યુવકે ચાર લોકોની ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.
દિલ્હીના પાલમ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઇ ગઇ હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો. ઘટના પર નજર કરીએ તો, એક યુવકે ચાર લોકોની ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકો યુવકનાં સગા છે, જેમાં તેના માતા-પિતા, એક બહેન અને દાદીનો સમાવેશ થાય છે.
આ યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નશા કરવાની આદત ધરાવતો હતો. જે માટે તે પરિવારના સભ્યો પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. જ્યારે તેમણે પૈસા આપવાની ના પાડી તો તેણે પરિવારના 4 સભ્યોની હત્યા કરી હતી.

અલગ-અલગ માળે જઈને બધાની હત્યા કરી
મળતી માહિતી મુજબ, પાલમ વિસ્તારમાં યુવકે પોતાના જ પરિવારના ચાર સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી નાખીહતી.
આ યુવકે નિર્દયતાથી તેમનું ગળું કાપી નાખ્યું અને અન્ય જગ્યાએ છરી વડે તેના પર હુમલો કર્યો હતો. 25 વર્ષીય આરોપી કેશવે તેનીદાદી દિવાનો દેવી (75), પિતા દિનેશ (50), માતા દર્શના અને બહેન ઉર્વશી (18) ની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીગુનો કરતા સમયે નશામાં હતો અને પરિવારના સભ્યો પાસેથી પૈસા માંગતો હતો. જ્યારે પરિવારના સભ્યોએ પૈસા આપવાની ના પાડીત્યારે તેણે પરિવારના સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પરિવારના સભ્યો અલગ-અલગ માળે રહે છે, તેથી તેણે અલગ-અલગમાળે જઈને બધાની હત્યા કરી હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 11:30 કલાકે ઉપલા માળે ચીસોનો અવાજ આવ્યો હોવાની જાણ થઈ હતી.
પોલીસઘટનાસ્થળે પહોંચી ત્યારે ચારેય બાજુ લોહીથી ખરડાયેલી હતી અને ચારેય લોકો લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. આ લોકોને હોસ્પિટલલઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. પાલમ પોલીસે આરોપી કેશવની ધરપકડ કરી છે.

પૈસા આપવાની ના પાડતાં કરી હત્યા
આરોપી કેશવ ઘણા સમયથી નશાની લતમાં લાગી ગયો હતો. તે રોજ ગાંજા પીતો હતો. તે દરરોજ તેના પરિવારના સભ્યો પાસેથી પૈસામાંગતો હતો.
રાત્રે પણ તેણે પહેલા દાદી પાસે પૈસા માંગ્યા હતા. દાદીએ પૈસા ન આપતાં તેણે બીજા માળે દાદીને ઢોર માર માર્યો હતો. આપછી તેણે તેની માતાને પૈસા માટે પૂછ્યું. જ્યારે માતાએ પૈસા આપવાની ના પાડી, તો તેણે માતાની હત્યા કરી નાખી.
આ પછી તેણે પિતાઅને છેલ્લે નાની બહેન ઉર્વશીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર હતો. ચીસો સાંભળીને પાડોશમાં રહેતા કાકા તેના ઘરે દોડીઆવ્યા અને ભાગતા આરોપીને પકડી લીધો હતો.

બ્રેકઅપના કારણે પરેશાન હતો આરોપી
આરોપી કેશવ થોડા સમય પહેલા નોકરી કરતો હતો, ત્યારબાદ તેણે નોકરી પણ ગુમાવી દીધી હતી. નશાની લતને લઈને તે તેનાપરિવારના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતો હતો, કેશવ તેમની સાથે દુર્વ્યવહાર કરતો હતો.
રોજના આ ઝઘડાથી તે કંટાળી ગયો હતો.થોડા સમય પહેલા તેનું તેની ગર્લફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ થયું હતું, જેના કારણે તે પરેશાન પણ હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
