Somalia Ship Hijacked: સોમાલિયાથી હાઇજેક થયું શીપ, INS Chennai 15 ભારતીયોને બચાવવા રવાના
Somalia Ship Hijacked: સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જહાજમાં 15 ભારતીયો હતા. આ બધાને બચાવવા માટે ભારતીય નેવીએ એક મોટું પગલું ભર્યું છે.
અત્રે નોંધનીય બાબત છે કે, નૌકાદળે અપહરણ કરવામાં આવેલા જહાજમાં સવાર તમામ 15 ભારતીય સભ્યોને પરત લાવવા માટે INS ચેન્નાઈ મોકલ્યું છે.
સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા જહાજના ક્રૂમાં 15 ભારતીય સભ્યોનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળે હાઇજેક થયેલા જહાજ એમવી લીલા નોરફોકમાં હાજર તમામ ભારતીયોને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. દરેકને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નેવીએ INS ચેન્નાઈને રવાના કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૈન્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણની સ્થિતિનો સામનો કરવા માટે હાઈજેક કરેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.
આ અગાઉ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ અપહરણ કરવામાં આવેલા જહાજ MV LILA NORFOLK પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેની માહિતી ગુરુવારે સાંજે મળી હતી.
સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા લાઇબેરિયન-ધ્વજવાળા જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર છે. ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ મેમ્બરો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.
Indian Navy is closely monitoring a hijacked ship 'MV LILA NORFOLK' ship about which information was received last evening. There are 15 Indian crew on board the Liberian-flagged vessel which was hijacked near Somalia's coast. Indian Navy aircraft have been keeping a watch on the… pic.twitter.com/ca3o9zREE9
— ANI (@ANI) January 5, 2024












Click it and Unblock the Notifications
