શૂન્યથી નીચા તાપમાનમાં ગરબા રમતા જવાનોનો Video વાયરલ, લોકોએ કહ્યું... સન્માન કરો
શૂન્યથી નીચા તાપમાનમાં ગરબા રમતા જવાનોનો Video વાયરલ, લોકોએ કહ્યું... સન્માન કરો
નવી દિલ્હીઃ ભારતીય સેનાના જવાનોનો શૂન્યથી નીચા તાપમાનમાં ગરબા રમતા હોવાનો એક વીડિોય ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેનાના જવાનોનો યૂનિફોર્મ અને બરફની પથરાયેલી સફેદ ચાદરથી મહેસૂસ થઈ રહ્યું છે કે તેઓ હિમ વચ્ચે કેટલી મુશ્કેલીથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પરંતુ, આનાથી તેમના કામના ઉમંગમાં કોઈ તફાવત નથી આવ્યો અને ત્યાં બેકગ્રાઉન્ડમાં ગરબાનું ગીત વાગ્યું તો તેઓ આટલી ઠુઠવતી ઠંડીમાં પણ ઝૂમવા લાગ્યા. ગરબો રમતા સેનાના જવાનોના વીડિયોને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યો છે.

સેનાના જવાનો ગરબે ઘૂમ્યા
લાગે છે કે તહેવારની મોસમ માત્ર સિવિલિયનો પર જ નહિ બલકે જવાનો પર પણ મસ્તીની જેમ છવાયેલ છે. સેનાના જવાનોનો ગરબા રમતો વીડિયોના સોશિયલ મીડિયા યૂઝર્સ પણ ભારે વખાણ કરી રહ્યા છે. જ્યારથી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે આ વીડિયો શેર કર્યો છે તેને હજારો લાઈક્સ મળી ચૂકી છે અને હજારોથી વધુ લોકોએ રિટ્વિટ્સ પણ કર્યો છે.
|
કેન્દ્રીય મંત્રીએ વીડિયો શેર કર્યો
સોશિયલ મીડિયા યૂઝર્સ સેનાના જવાનોના ગરબા ડાંસ પર વિવિધ પ્રકારની વખાણવાલાયક કોમેન્ટ લખી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ભારતીય સેનાએ કેટલા મસ્ત ગરબા કર્યા છે. એક યૂઝર લખે છે કે, આપણી માતૃભૂમિની સેવામાં આ તેમને સંતોષ અપાવે છે... આપણા બહાદુર જવાનોને સલામ.
|
બરફની સફેદ ચાદર વચ્ચે ગરબે રમી રહ્યા છે જવાનો
30 સેકન્ડના આ ગરબા વીડિયોમાં જવાનોને વડી જેકેટ અને ગરમ વર્દીમાં દેખાય છે. જ્યાં માત્ર બરફની સફેદ ચાદર અને સફેદ ઉંચા પહાડો જ દેખાઈ રહ્યા છે, ત્યાં જવાનોનો મસ્તી કરતો વીડિયો જોઈ લોકોને પણ આનંદ થયો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વીડિોય સાથે ટિપ્પણી પણ લખી કે, "ભારતીય સેનાના ગૌરવશાળી જવાન શૂન્યથી નીચા તાપમાનમાં ગરબો રમી રહ્યા છે. આ ભાવના જ ભારતને અજેય બનાવે છે.." જો કે આ વીડિયો કયા મોર્ચાનો છે તે તેમણે સ્પષ્ટ નથી કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
