પાક વિદેશ સચિવની દિલ્લીમાં નમાજ બાદ મોદી-ઈમરાનની બેઠક વિશે અટકળો તીવ્ર
રાજધાની દિલ્લીમાં પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહેમૂદની અચાનક હાજરીથી એ અંગેની અટકળો તીવ્ર બની ગઈ છે કે તે સંભવતઃ કોઈ ઉચ્ચ સ્તરીય બેઠકની તૈયારી માટે આવ્યા છે.
રાજધાની દિલ્લીમાં પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહેમૂદની અચાનક હાજરીથી એ અંગેની અટકળો તીવ્ર બની ગઈ છે કે તે સંભવતઃ કોઈ ઉચ્ચ સ્તરીય બેઠકની તૈયારી માટે આવ્યા છે. જો કે જણાવવામાં આવી રહ્યુ છે કે સોહેલ મહેમૂદ ખાનગી પ્રવાસે ભારત આવ્યા છે. બુધવારે સોહેલ મહેમૂદે દિલ્લીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઈદની નમાઝ પઢી હતી. સોહેલ મહેમૂદના નવી દિલ્લીમાં હોવાની ભારતની વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી નથી.

દિલ્લીની જામા મસ્જિદમાં અદા કરી ઈદની નમાઝ
મહેમૂદ ઈમરાન ખાન સરકારમાં વિદેશ સચિવ બનતા પહેલા ભારતમાં પાકના ઉચ્ચાયુક્ત હતા. હાલમાં એ સ્પષ્ટ નથી કે તે ભારત સરકારના કોઈ મંત્રી કે અધિકારી સાથે મુલાકાત કરશે કે નહિ. સૂત્રો પાસેથ મળેલી માહિતી મુજબ સોહેલ મહેમૂદના બાળકો અહીં ભણી રહ્યા હતા અને તે પોતાના પરિવારને પાછો લઈ જવા માટે અહીં આવ્યા છે. ભારત અને પાકના અધિકારીઓએ આ બાબતે કહ્યુ કે કિર્ગિસ્તાનની રાજધાનીમાં યોજાનાર શંઘાઈ સહયોગ સંગઠનની શિખર બેઠકમાં પીએમ મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચે બેઠક વિશે કોઈ નિર્ણય થયો નથી.

પોતાના પરિવારને પાછો લઈ જવા આવ્યા છે સોહેલ મહેમૂદઃ સૂત્ર
13-14 જૂનના રોજ શિખર સંમેલનમાં બંને દેશોના પ્રધાનમંત્રીઓનો ભાગ લેવાનો કાર્યક્રમ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાનના વિદેશ સચિવ એક-બે દિવસ દિલ્લીમાં રોકાશે અને એ વાતની પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે આ દરમિયાન તે બંને દેશોના પ્રધાનમંત્રીઓ વચ્ચે બેઠક માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.

મોદી-ઈમરાન વચ્ચે બેઠક વિશે અટકળો તીવ્ર
તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવનો માહોલ વધી ગયો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ આત્મઘાતી હુમલાના 12 દિવસો બાદ ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેને પાકના બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદની આતંકી છાવણીઓ પર બોમ્બ ફેંક્યા હતા જેમાં લગભગ 300 આતંકી માર્યા ગયા હતા. હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીત પર પાકના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ઈદના તહેવારે બંને દેશોની સીમા પર સૈનિકોએ એકબીજાને મિઠાઈ ખવડાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
