લોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે
લોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા
લોકસભા ચૂંટણી 2019ની તારીખોનું એલાન થઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફ્રેન્સ કરી જાણકારી આપી છે કે આ વખતે 7 તબક્કામાં ચૂંટણી થશે. ચૂંટણી કાર્યક્રમની ઘોષણાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. પોતાની પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઈ હોવાની વાત કહી છે.

તેમણે કહ્યું કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ દરમિયાન કોઈપણ રાજનૈતિક પાર્ટીઓની જાહેરાત પોસ્ટ કરતા પહેલા જાણકારી આપવાની રહેશે. મંજૂરી આપ્યા બાદ જ તેઓ એવું કરી શકશે. ગૂગલ અને ફેસબુકને ઈલેક્શને આવી જાહેરાતોની ઓળખ કરવા માટે કહ્યું છે.
આ ઉપરાંત ફેક ન્યૂઝ અને હેટ સ્પીચને નિયંત્રિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અધિકારી નિયુક્ત કરવા કહ્યું છે. ઈલેક્શન કમિશને સામાન્ય જનતા અને પાર્ટિઓ માટે કેટલીક એપ્સ અને ડિઝિટલ પોર્ટલ્સની પણ જાણકાી આપી છે. એવું જ એક વેબ પોર્ટલ "સમાધાન" સામાન્ય નાગરિકો માટે હશે. આ પોર્ટલ ફિડબેક માટે હશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે પણ જાણકારી આપી છે કે આ વખતે એક એપ પણ લૉન્ચ કરવામાં આવશે, જેના પર કોઈપણ મતદાતા કોઈપણ નિયમના ઉલ્લંઘનનું વીડિયો રેકોર્ડિંગ કરી કમીશનને સીધી મોકલી શકશે. આવી રીતે 'સુવિધા' એપ વિવિધ પાર્ટીઓ માટે ઉપલબ્ધ હશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પાર્ટીના પ્રતિનિધિ, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ ચૂંટણી ઉદ્દેશ્ય માટે વિવિધ અનુમતિ માટે આવેદન કરી શકે છે.
દિવ્યાંગો માટે ખાસ એપ
લોકસભા 2019 ચૂંટણી દરમિયાન દિવ્યાંગ મતદાતાઓની મદદ માટે પણ એપ તૈયાર કરી છે. ઈલેક્શન કમિશને પર્ન વિથ ડિસેબ્લિટી નામથી પણ એક એપ તૈયાર કરી છે. જેમાં એવા મતદાતાઓને પોલિંગ બૂથ પર કેટલીય સુવિધાઓ આપવામાં આવશે. એપ દ્વારા પોલિંગ બુથ સુધી વાહન ઉપલબ્ધ કરાવવા, પાણીની સુવિધા, રેમ્પની સુવિધા, વ્હીલચેરની સુવિધા અને બ્રેલ બેલેટ પેપર તથા બ્રેલ વોટર સ્લિપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો- 23મી એપ્રિલે થશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી, જાણો બીજા રાજ્યોની તારીખ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
