સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા પર લગાવ્યો લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ, જુઓ વીડિયો
પ્રિયંકા ગાંધીએ કર્યું લાલ બહાદુર શાસ્ત્રીનું અપમાનઃ સ્મૃતિ
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનું અપમાન કર્યું છે. ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા ગાંધી પોતાના ગળાની માળા ઉતારીને હાથમાં લે છે અને બાદમાં તે માળા જ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ચઢાવે છે. જેને સ્મૃતિ ઈરાનીએ પૂર્વ પીએમનું અપમાન ગણાવ્યું.

પ્રિયાંકાએ કર્યું અપમાન
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગત ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશમાં હતાં. અહીં તેમણે લાંબી ગંગા યાત્રા કરી. બુધવારે પોતાના પ્રવાસના આખરી દિવસે પ્રિયંકા ગાંધી વારાણસીના રામનગરમાં પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના પૈતૃક આવાસે પહોંચ્યાં. પ્રિયંકા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને માળા અર્પણ કરી હતી.
|
ભાજપના કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તનનો આરોપ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક મહિલાના આરોપોને લઈને પણ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે જેમાં તેમણે કહ્યું કે વિપક્ષી દળના કાર્યકર્તાઓએ તેમની સાથે યોગ્ય વર્તન નથી કર્યું. ઈરાનીએ આરોપ લગાવ્યો કે આ કોગ્રેસના અસલી સંસ્કાર દેખાડે છે.

ભાજપના કાર્યકર્તાઓએ પ્રતિમા ધોઈ
બીજી બાજુ પ્રિયંકા ગાંધીએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને માળા અર્પણ કર્યા બાદ કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ગંગાજળથી ધોઈ. આ લોકોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીએ અડ્યા બાદ તેઓ પ્રતિમાનું શુદ્ધીકરણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
