Small Box India poll: કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, જાણો ભાજપ અને જેડીએસને કેટલી મળશે સીટો

Karnataka Assembly Elections 2023: 10મેના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સ્મૉલ બૉક્સ ઈન્ડિયા(Small Box India polls)એ ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત સાથે રાજ્યમાં સરકાર બનાવવાનુ અનુમાન કરવામાં આવ્યુ છે. વળી, ભાજપ બીજા નંબરનો પક્ષ બનવાનુ અનુમાન છે. તમને જણાવી દઈએ કે સ્મૉલ બૉક્સ ઈન્ડિયા એ એક જૂથ છે જે ભારતની તમામ ચૂંટણીઓને આવરી લે છે.
આ સાથે, જૂથ ઓપિનિયન પોલ, રાજકીય અપડેટ્સ અને ચૂંટણી પરિણામો પર પણ નજર રાખે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સ્મૉલ બૉક્સ ઈન્ડિયાના ઓપિનિયન પોલ અનુસાર આ વખતે રાજ્યમાં કોંગ્રેસને બહુમતી મળી શકે છે. જ્યારે ભાજપને આ વખતે ઘણી બેઠકો ગુમાવવી પડી શકે છે. જૂથના અભિપ્રાય મુજબ મતદાનના પરિણામો નીચે મુજબ છે -
કોંગ્રેસ - 118-129
ભાજપ - 65-70
જેડીએસ - 28-32
અન્ય - 1-3
સ્મૉલ બૉક્સ ઈન્ડિયાએ અગાઉ તાજેતરમાં યોજાયેલી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ અંગે એક પોલ જાહેર કર્યુ હતુ. જૂથ દ્વારા કરાયેલા અંદાજો બંને રાજ્યોમાં સચોટ હોવાનુ જણાયુ હતુ. સ્મૉલ બૉક્સ ઈન્ડિયાએ દિલ્લીમાં યોજાનારી ચૂંટણીને લઈને પણ સચોટ આગાહી કરી હતી. વાસ્તવમાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.
રાજ્યમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ આવશે. આવી સ્થિતિમાં ઘણી એજન્સીઓએ ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ જાહેર કર્યા છે. જે મુજબ આ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર પૂર્ણ બહુમતી સાથે આવવાની આગાહી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
