આગામી 24 કલાકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના

ન્યૂઝ એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, દક્ષિણ ગુજરાત સહિત ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવના છે.

સતત વરસી રહેલા વરસાદે ગુજરાત અને મધ્ય પ્રદેશના હાલ બેહાલ કરી દીધા છે. લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે. વળી, દેશના બીજા રાજ્યોમા પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ન્યૂઝ એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, દક્ષિણ ગુજરાત, કોંકણ અને ગોવા, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં ચોમાલુ સક્રિય રહેવાની સંભાવના છે.

આ રાજ્યોમાં પણ વરસશે વાદળ

આ રાજ્યોમાં પણ વરસશે વાદળ

આ રાજ્યો ઉપરાતં દક્ષિણ પૂર્વ રાજસ્થાન, ગંગીય પશ્ચિમ બંગાળ, વિદર્ભ, બાકી બચેલા પૂર્વોત્તર ભારત, ઉત્તરાખંડ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહના ભાગોમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે.

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

જ્યારે હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, હિમાલયની આસપાસના વિસ્તારો, બંગાળ, સિક્કમિ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

વિજળી પડવાની સંભાવના

વિજળી પડવાની સંભાવના

બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વિજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે માટે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

આઈએમડીએ આપી છે અહીં માટે ચેતવણી

આઈએમડીએ આપી છે અહીં માટે ચેતવણી

વળી, હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ-મેઘાલય, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ-સિક્કિમ, સૌરાષ્ટ્ર-કચ્છ, તટીય દક્ષિણ કર્ણાટક, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા માટે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X