Sitaram Yechury Death : રિસર્ચ માટે દાન કરાયો સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ, જાણો કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: ભારતના વામપંથી નેતા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું લાંબી બીમારી બાદ અવસાન થયુ છે. અવસાન બાદ તેમના પાર્થિવ દેહને રિસર્ચ માટેે દાન કરી દેવાયો છે.
સીતારામ યેચુરીએ 72 વર્ષ ઉમરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તે ગંભીર રીતે છાતીમાં ઈન્ફેક્શનથી પીડિત હતા. જેના કારણે 19 ઓગસ્ટ 2024ના રોજ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સીતારામ યેચુરીના પરિવારે તેમના શરીરને શિક્ષણ અને સંશોધન હેતુઓ માટે દિલ્હી AIIMS માં દાન કર્યો છે. જો કે તેમનો પરિવાર, પક્ષ અને સ્નેહીજનો સીતારામ યાચુરીને શ્રદ્ધાંજલિ આપવા ઈચ્છતા હોવાથી તેમના પાર્થિવ દેહને 14મી સપ્ટેમ્બરથી ઓફિસમાં રાખવામાં આવશે. સવારે 11 થી 3 વાગ્યા સુધી મૃતદેહને શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે અને પછી તેને એઈમ્સમાં પરત સોંપવામાં આવશે.
સીતારામ યેચુરીના નિધન બાદ પરિવારની ઈચ્છા અને તેમની ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને AIIMSને દાન કરવામાં આવ્યો છે, તેથી AIIMS તેમના મૃતદેહને સાચવવાની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. મૃત્યુ પછી પાર્થિવ દેહને શરીરરચના વિભાગમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં શરીરની રચના અને તેના વિવિધ ભાગોના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે.
એઈમ્સના અધિકારીઓનું કહેવું છે કે સીતારામ યેચુરી અને તેમના પરિવાર દ્વારા તેમના પાર્થિવ દેહ સંસ્થાને દાન કરવા માટે લેવાયેલું પગલું પ્રશંસનીય છે. આ નિર્ણયને ઉમદા નિર્ણય ગણાવ્યો.
જણાવી દઈએ કે MBBS ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રી-ક્લિનિકલ વિષયના છે તેમને મૃતદેહો પર શરીરરચનાનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સિવાય ઓર્થોપેડિક્સ, ન્યુરો સર્જરી, ENT સર્જરીના સર્જનો આ મૃતદેહો પર પ્રેક્ટિસ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
