Sitaram yechury Death : CPM મહાસચિવ સીતારામ યેચુરીનું અવસાન, જાણો મોટા નેતાઓએ શું કહ્યું?
Sitaram yechury Passes away : CPM મહાસચિવ અને દેશના અગ્રણી વામપંથી નેતા સીતારામ યેચુરીનું અવસાન થયુ છે.
CPI(M)ના મહાસચિવ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેમણે 72 વર્ષે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા.

સીતારામ યેચુરીને એઈમ્સ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વસનતંત્રમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ સારવાર આપવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીતારામ યેચુરીનું નિધન બપોરે 3.05 કલાકે થયું.
તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. ડોકટરોની મોટી ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. ગયા મહિને 20 ઓગસ્ટે સીતારામ યેચુરીને દિલ્હી એમ્સના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીટીઆઈએ પાર્ટી અને હોસ્પિટલના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે અવસાન થયું છે. સીતારામ યેચુરીને 5 સપ્ટેમ્બરની રાતથી એમ્સમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેના ફેફસામાં ઈન્ફેક્શન વધી ગયું હતું. સીતારામ યેચુરીને ઉંમર સંબંધિત ઘણી બીમારીઓ હતી.
Sitaram Yechury ji was a friend.
— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024
A protector of the Idea of India with a deep understanding of our country.
I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends, and followers in this hour of grief. pic.twitter.com/6GUuWdmHFj
તેમના અવસાન પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, સીતારામ યેચુરી એક સજ્જન અને મજબૂત વિશ્વાસ ધરાવતા વ્યક્તિ હતા. સીતારામ યેચુરીને શાંતિ મળે. ભારતીય રાજનીતિ તમને અને તમે જે મૂલ્યો દ્વારા જીવ્યા હતા તે તમને યાદ કરશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને લખ્યુ કે, દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
